મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd May 2018

ત્રણ વર્ષ સુધી પેટ્રોલના મામલે મોદી સાથે તેમની કિસ્મત હતી

એક વર્ષમાં મોદીની કિસ્મત પણ લપસી રહી છે : ક્રૂડના ભાવ જાન્યુઆરી ૨૦૧૬માં ૨૯ ડોલર પ્રતિબેરલ

નવીદિલ્હી, તા. ૨૨ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક રેલી દરમિયાન પોતાને દેશ માટે ખુબ લકી ગણાવ્યા હતા. હવે એવું લાગે છે કે, જેમ એ ભાગ્યની સાથે એ ાગ્ય પણ હવે સાથ આપી રહ્યું નથી. સતત નવમાં દિવસે કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો કરી દીધો છે. પેટ્રોલ ડીઝલ હવે સામાન્ય લોકો માટે ખુબ જ કિંમતી છે. નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બનવાના એક વર્ષથી પણ ઓછા સમયગાળાની અંદર જ ક્રૂડની કિંમત ૧૧૩ ડોલર પ્રતિ બેરલદીઠ ૫૩ ડોલર પ્રતિબેરલ સુધી ઘટીને પહોંચી ગઈ હતી. મોટા સ્તર પર સોશિયલ સેક્ટરમાં મૂડીરોકાણને લઇને નુકસાનનો સામનો કરી રહેલી સરકાર માટે આ એક મોટી ભેંટ તરીકે હતી. જ્યારે ક્રૂડ ઓઇલની કિંમત ઘટી ત્યારે વિપક્ષે પણ કહ્યું હતું કે, આ મોદીના પરફોર્મન્સની સાથે સાથે તેમના નસીબની પણ બાબત છે. દિલ્હીમાં એક ચૂંટણી રેલીમાં મોદીએ વિરોધ પક્ષોને જવાબ આપતા કહ્યું હતું કે, તેઓ ભાગ્યશાળી છે તેમ માની લે છે. મોદીની કિસ્મતથી જો લોકોને ફાયદો થઇ રહ્યો છે તો આનાથી સારી બાબત કોઇ હોઈ શકે તેમ નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે, તેમના નસીબથી પેટ્રોલ અને ડીઝલની કિંમત ઘટે છે અને લોકોને ફાયદો થાય છે તો કોઇ અનલકી વ્યક્તિને લાવવાની જરૂર શું છે. પેટ્રોલ અને ડીઝલના મામલામાં મોદીની કિસ્મત ચમકતી રહી હતી અને તેલની કિંમતો જાન્યુઆરી ૨૦૧૬માં ઘટીને ૨૯ ડોલર પ્રતિબેરલ થઇ ગઇ છે. ત્રણ વર્ષ બાદ કિસ્મત તેલને લઇને ફરી લપસવા લાગી છે. વૈશ્વિક સ્તર પર ક્રૂડની કિંમત ૮૦ ડોલર સુધી પહોંચી ગઈ છે.

પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત ૮૪ રૂપિયાથી ઉપર છે. ભારતમાં તેલની કિંમતો સંપૂર્ણપણે મોદીની કિસ્મત ઉપર આધાર રાખતી નથી. ક્રૂડ ઓઇલની આંતરરાષ્ટ્રીય કિંમતમાં વધારો તેમની સરકારના નિયંત્રણની બહાર છે પરંતુ મોદી સરકાર કેટલાક પગલા લઇને રાહત આપી શકે છે. કેન્દ્ર સરકારે ૨૦૧૪થી લઇને ૨૦૧૬ સુધી એક્સાઇઝ ડ્યુટીમાં નવ વખત ઘટાડો કર્યો છે જ્યારે ટેક્સમાં કાપ માત્ર એક વખત ગયા વર્ષે ઓક્ટોબરમાં ઘટાડ્યો હતો.

(7:28 pm IST)