મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd May 2018

૫ વર્ષમાં ખાનગી બેંકોના ૧ લાખ કરોડ ડૂબ્યા

છેલ્લા પ વર્ષોમાં દેશની ૧૦ ખાનગી બેંકોના ૧ લાખ કરોડ ડુબી ગયા છે. જી હાં આસીઆઇસીઆઇ બેંક જેવી દેશની સૌથી મોટી ખાનગી બેંક સહિત કેટલીય બેંકોની નોન પરર્ફોમીંગ એસેટ્સ પ ગણાથી પણ વધારે થઇ ગઇ છે. ૨૦૧૩-૧૪ આ બેંકોની કુલ એનપીએ ૧૯૮૦૦ હતી તે માર્ચ ૨૦૧૮ માં આ આંકડો ૧,૦૯,૦૭૬ કરોડે પહોંચ્યો છે. ઇન્ડિયન એકસપ્રેસમાં છપાયેલ સમાચાર પ્રમાણે દેશની ખાનગી બેંકોના એનપીએમાં થયેલો આ વધારો લગભગ ૪૫૦ ટકાનો છે.આઇસીઆઇસીઆઇ આમા મોખરે છે જેના એમડી ચંદા કોચર પર હાલમાંજ વિડીયોકોન ગૃપના વેણુગોપાલ ધુતને લોન આપીને તેને એનપીએ માં ફેરવવાનો આરોપ છે. એનપીએ વધવાને કારણે બેંકોની ખોટ પણ વધી છે. આઇસીઆઇસીઆઇ આઇ જાહેર કરેલા રીપોર્ટ પ્રમાણે ચોથા કવાર્ટરમાં બેંકનો નફો પ૦% ઘટયો છે. જયારે ફેડરલ બેંકનો નફો એજ ગાળામાં ૪૪% ઘટયો છે.

જે ખાનગી બેંકોના નાણા પ વર્ષમાં સૌથી વધારે ડુબ્યા છે તેમાં આઇ. સી. આઇ. સી.આઇ. પહેલાા નંબરે છે તેની એન.પી.આઇ ર૦૧૩-૧૪માં ૧૦પ૦૬ કરોડમાંથી ૪ વર્ષમાં વધીને પ૪૦૬૩ કરોડ પર પહોંચી છે બીજા નંબર પર એકસીસ બેંક છે જીની એનપીએ ર૦૧૩-૧૪માં ૩૧૪૬ કરોડમાં ર૦૧૭-૧૮ માં ૩૪ર૪૯ કરોડ પર પહોંચી છે. ત્રીજા નંબર પર એચ.ડી.એફ.સી. બેંક છે. જેની એનપીએ ર૦૧૩-૧૪માં ર૯૮૯ કરોડમાંથી માર્ચ ર૦૧૮માં ૮૬૦૭ કરોડ પર પહોંચી છ.ે

ખાનગી બેંકોની એનપીએમાં થયેલ વધારો મોટુ નુકશાન છે. ઇન્ડીયન એકસપ્રેસ છપાયેલ સમાચાર પ્રમાણે કોટક મહીન્દ્ર બેંક ૧૦પ૯ કરોડથી ૩૮રપ કરોડ ફેડરલ બેંક ૧૦૮૭ કરોડથી ર૭૯૬ કરોડ થયેલ છે ઇંડસઇ બેંકની એનપીએ ૬ર૧ કરોડથી વધીને પ વર્ષમાંં ૧૭૦પ કરોડ થયેલ છે.

જયારે યેસ બેંક ૧૭૫ કરોડ થી ૨૬૨૭ કરોડ પર પહોંચી છે. આવી જ રીતે ડીસીબી બેંકની એનપીએ ૨૦૧૩-૧૪માં ૧૩૮ કરોડ હતી તે માર્ચ ૨૦૧૮માં ૩૬૯ કરોડ થઇ છે. આ ઉપરાંત આરબીએલ બેંકની એનપીએ પ વર્ષોમાં ૭૮ કરોડથી વધીને ૪૬૭ કરોડે પહોંચી છે. એનપીએ ના આ લીસ્ટમાં છેલ્લા નંબર પર રહેલી એયુસ્મોલ ફાઇનાન્સ આંકડા મુજબ બે વર્ષમાં જ તેની એનપીએ ૧૨૫ કરોડમાંથી ૨૭૦ કરોડ થઇ ગયેલ છે.

(4:30 pm IST)