મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd May 2018

કોંગ્રેસે ધારાસભ્યોને બાન પકડયા ન હોત તો સરકાર અમારી હોતઃ અમિતભાઇ

ભાજપે ધારાસભ્ય ખરીદવા માટે ૪ હજાર કરોડ રાખ્યા હતાઃ કોંગ્રસનો આરોપ

કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસની સરકાર બનવાનો રસ્તો સાફ થઇ ગયાના બે દિવસ બાદ સોમવારે ભાજપ અધ્યક્ષ અમિતભાઇ શાહે બંને પક્ષો પર જનાદેશનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે કોંગ્રેસ-જેડીએસના ધારાસભ્ય ફાઇવ સ્ટાર હોટલમાં કેદ કરીને રખાયા હતા. જેડીએસના ધારાસભ્ય ફાઇવ સ્ટાર હોટલમાં કેદ કરીને રખાયા હોત.

કોંગ્રેસે આરોપ કર્યો છે કે ભાજપે કર્ણાટક ચૂંટણીમાં સાડા છ હજાર કરોડ રૂ. થી વધુનો ખર્ચ કર્યો છે. પક્ષે તેની તપાસની માગ કરી છે. કર્ણાટકના પ્રચારમાં વડાપ્રધાન મોદીએ પદની ગરિમા મુજબ કામ નર્થી કર્યું

યેલ્લાપુરથી કોંગ્રેસના ધારાસભ્ય શિવરામ હેબ્બરે ખુલાસો કર્યો છે કે યેદ્દિયુરપ્પાના ફલોર ટેસ્ટ પહેલાં તેમની પત્નીને ભાજપના કોઇ સભ્યે ફોન ન હોતો કર્યો. કોંગ્રેસ તરફથી જાહેર કરાયેલી ઓડિયો ટેપ નકલી છે. જોકે, કોંગ્રેસના જ વી. એસ. ઉગરપ્પાએ કહ્યું કે ટેપ સાચી છે.

(3:53 pm IST)