મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd May 2018

કર્ણાટકમાં શપથ ગ્રહણ અટકાવવા હિન્દૂ મહાસભાની અરજી સુપ્રીમે ફગાવી:સુનાવણીનો કર્યો સ્પષ્ટ ઇન્કાર

નવી દિલ્હી:કર્ણાટકમાં કુમારસ્વામીના શપથ ગ્રહણ અટકાવવા મામલે થયેલી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે કોંગ્રેસ અને જેડીએસના ગઠબંધનની સરકાર બનતી રોકવા માટે અખિલ ભારત હિંદુ મહાસભાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી જે રદ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે અરજી રદ કરતાં આ મામલે સુનાવણી કરવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો છે. સાથો સાથ કોર્ટે એચડી કુમારસ્વામીના શપથ ગ્રહણ સમારોહ અટકાવવા મામલે પણ મનાઇ ફરવામી છે. 

  અખિલ ભારત હિંદુ મહાસભાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને કહ્યું હતું કે, કોંગ્રેસ અને જેડીએસનું ગઠબંધન ગેરબંધારણીય છે. સાથોસાથ અરજીમાં કહેવાયું હતું કે, કોર્ટે સત્વરે એચડી કુમારસ્વામીની સરકારની રચના કર મનાઇ ફરમાવે. કોર્ટમાં અરજી રદ થયા બાદ એચડી કુમારસ્વામી 23 મેના રોજ મુખ્યમંત્રી પદની શપથ લેવાના છે. 

(1:08 pm IST)