મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd May 2018

મહેબૂબા મુફતીને બેફામ ગાળો દીધી

ધારાસભ્ય લાલસિંહના ભાઇનો વિડીયો વાયરલ

નવી દિલ્હી તા. ૨૨ : કઠુઆ સ્વાભિમાન રેલી બાદ લાલસિંહના ભાઈએ મહેબૂબા મુફતીને બેફામ ગાળો આપતા જમ્મુ-કશ્મીરની પોલીસે તેમની વિરૂદ્ઘ ફરિયાદ દાખલ કરી છે. ચૌધરી લાલસિંહે કઠુઆમાં રવિવારે એક સ્વાભિમાન રેલીનું આયોજન કર્યું હતું.ઙ્ગ

આ રેલીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં લાલસિંહના નાના ભાઈ જતિન્દ્ર સિંહ ચૌધરી હાથમાં માઈક પકડીને જે નારા લગાવી રહ્યાં છે. તેમાં સ્પષ્ટ દેખાય છે કે તેઓ જમ્મુ-કશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફતી વિરૂદ્ઘ અભદ્ર ભાષાનો પ્રયોગ કરી રહ્યાં છે.ઙ્ગ

વીડિયોને ધ્યાનમાં રાખીને જમ્મુ-કશ્મીર પોલીસે જતિન્દ્રસિંહ ચૌધરી વિરૂદ્ઘ ફરિયાદ દાખલ કરી છે. ડીજીપી એસ.પી.વેદે કહ્યું કે આ મામલાને ગંભીરતાથી લઈને આ મુદ્દે ફરિયાદ દાખલ કરવાનો આદેશ આપી દેવાયો છે.

તો બીજી તરફ જમ્મુ-કશ્મીરના પૂર્વ સીએમ ઉમર અબ્દુલ્લાએ પણ આ વીડિયોનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે સીએમ વિરૂદ્ઘ આવી અભદ્ર ભાષાનો પ્રયોગ કરવા બદલ લાલસિંહના ભાઈ વિરૂદ્ઘ એફઆરઆઈ દાખલ કરવી જોઈએ.

(12:46 pm IST)