મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd May 2018

ભારત-પાકિસ્તાન સરહદ ઉપરના ગામોના લોકોને મકાનો છોડી સુરક્ષિત સ્થળે ચાલ્યા જવાનો આદેશઃ યુધ્ધ હુમલાનો ભય

અરનિયા (જીરો લાઇન) તા.૨૨: જમ્મુ-કાશ્મીરના અરનિયા સેકટરમાં કેટલાક દિવસોથી ગરજી રહેલા વિમાનો પછી પાકિસ્તાન ઉપર બીએસએફનો ભય છવાયેલ છે ત્યારે ગઇકાલે સરહદપારથી મસ્જીદોમાંથી માઇક દ્વારા એલાન કરવામાં આવેલકે, ભારત ગમે ત્યારે હુમલો કરી શકે છે લોકો પોતાના મકાન છોડી અન્ય સુરક્ષિત જગ્યાએ ચાલ્યા જાય જે લોકોએ સાફ સાફ સાંભળેલ છે.

જયારે બીએસએફે પણ પાકિસ્તાનના આ એલાનને ગંભીર રીતે લીધું છે અને ખુદ પાકિસ્તાન જ કોઇ મોટા હુમલાની કોશિશ માં હોઇ તેવું બીએસએફને લાગી રહયું છે અને બીએસએફ એ પણ સીમાથી જોડાયેલા ગ્રામજનો ને શરણાર્થી છાવણીઓમાં જવાની અપીલ કરતા લોકો પણ પોતાના ઘરબાર છોડી રહયા છે.

જયારે ગ્રામજનો કહે છે કે, વારેવારે અમો ઘર નથી છોડી શકતા, પાકિસ્તાનને એક જ વખતમાં જવાબ આપી દેવામાં આવે.

(12:43 pm IST)