મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd May 2018

વાઇલ્ડલાઇફ પ્રેમીઓ માટે ખુશખબર :ઓડિસાના સુંદરગઢ જંગલમાં બ્લેક પેન્થર દેખાયો : કેમેરા ટ્રેપમાં ફરતો જોવાયો

વાઇલ્ડલાઇફ પ્રેમીઓ માટે ખુશખબર આવ્યા છે ઓડિસાના સુંદરગઢ જંગલમાં બ્લેક પેંથર દેખાયો છે ઓડિસાના વન-વિભાગે આ વાતની પુષ્ટિ કરી છે

  ચિફ કન્ઝરવેટર ઓફ ફોરેસ્ટ, વાઇલ્ડ લાઇફ, એચ.કે. બિત્સે જણાવ્યું કે,જંગલમાં અમે કેમેરા ટ્રેપ ગોઠવી છે તેમાં બ્લેક પેંથર ફરતો જોવા મળ્યો છે. આ કેમેરા ટ્રેપ અમે ગરજાનપહાડ રિઝર્વ ફોરેસ્ટમાં લગાવ્યા છે. અઠવાડિયા પહેલા બ્લેક પેંથર આ કેમેરા ટ્રેપમાં ઝડપાયો છે. ભારત દેશમાં ઓડિસા નવમું રાજ્ય છે કે જ્યાં બ્લેક પેંથર જોવા મળ્યો છે.

   બ્લેક પેંથર ભારતમાં કેરળ, કર્ણાટકા, છત્તિસગઢ, મહારાષ્ટ્ર, ગોવા, તમિલનાડું આસામ અને અરુણાચલ પ્રદેશમાં જોવા મળે છે.

  ઓડિસામાં વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, 21 વર્ષ પહેલા ફુલબની અને સિમલીપલના ફોરેસ્ટમાં બ્લેક પેંથર જોવા મળ્યો હતો પણ કેમેરાના અભાવે તેનો કોઇ પુરાવો મળ્યો નહોતો. ઓડિસાના જંગલોમાં 2015ની વર્ષમાં કેમેરા ટ્રેપ ગોઠવવામાં આવ્યા છે. સ્થાનિક લોકોએ બ્લેક પેંથરની હાજરી વિશે વન વિભાગને જાણ કહી હતી.

 

(12:42 pm IST)