મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd May 2018

સુપ્રીમ કોર્ટે ગુગલ,ફેસબુક,યાહૂ અને વોટ્સએપને એક એક લાખનો દંડ ફટકાર્યો

ચાઈલ્ડ પોર્નોગ્રાફી અને રેપ વિડિઓને દૂર નહિ કરતા અને સ્ટેટ રિપોર્ટ દાખલ નહીં કરતા કાર્યવાહી

નવી દિલ્હી :સુપ્રીમ કોર્ટે Google ઇન્ડિયા, Google Inc., માઇક્રોસોફ્ટ, ફેસબુક આયરલેન્ડ, ફેસબુક ઇન્ડિયા, વોટ્સઅપ સહિત અનેક કંપનીઓ પર એક-એક લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે. સુપ્રીમ કોર્ટનો આ આદેશ ચાઇલ્ડ પોનાગ્રાફી અને રેપ વીડિયોને આ સાઇટો પરથી દૂર કરવામાં અસફળ રહેવા અને તેની સ્ટેટ રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં દાખલ ન કરવા માટેના દંડના રૂપે ભરવાનો આદેશ કર્યો છે.

  આ પહેલા જસ્ટિસ મદન બી લોકુરે સંવિધાન બેઠકમાં ફેસબુક, વોટ્સઅપ જેવા સોશ્યલ મીડિયા સમૂહોને અને માઇક્રોસોફ્ટને યૌન હિંસા જેવા વીડિયોને દૂર કરવા માટે તેમની શું પ્રણાલી છે તેનો રિપોર્ટ દાખલ કરવા કહ્યું હતું. પણ આ સંસ્થાઓએ આવો કોઇ પણ રિપોર્ટ દાખલ ન કરાવતા નામદાર કોર્ટે તેમને દંડ ભરવાનો આદેશ કર્યો છે

  અત્રે ઉલ્લેખનીય છે કે કોર્ટે 15 જૂન 2018 સુધી આ મામલે સોંગદનામુ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. ત્યારે આ પર હવે આ કંપનીઓ કંઇ એક્શન લે છે કે નહીં તે જોવાનું રહે છે.

(12:00 pm IST)