મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd May 2018

જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સીટીની વેબસાઈટ હેક :લખ્યું ''હેપી બર્થ ડે પૂજા''

હેકિંગ દરમિયાન સ્ક્રીન પરના મેસેજનો ટ્વીટર યૂઝર્સોએ મજાક ઉડાવી:કોઈ ટેક્નિકલ આશિકનુ કારસ્તાન

નવી દિલ્હી :'જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીની વેબસાઇટ સોમવારે રાતે હેક થઇ ગઇ હતી મોડી રાતે યુનિવર્સિટી વેબસાઇટ http://jmi.ac.in ખોલતા તેની પર 'હેપી બર્થ ડે પૂજા. લવ યૂ 'લખેલ દર્શાવતું હતું જોકે કોઇપણ વ્યક્તિએ કે ગ્રુપે આ જવાબદારી સ્વિકારી નથી. યુનિવર્સિટી તંત્રએ પણ આ પર કોઇ નિવેદન આપ્યું નથી.

 
   હાલ આ વેબસાઇટને સુધારી લેવામાં આવી છે પરંતુ હેકિંગ દરમિયાન સ્ક્રીન પર દેખાતા આ મેસેજનો ટ્વિટર યુઝર્સે ઘણો મજાક ઉડાવ્યો છે.

   એક યુઝરે લખ્યું કે, "તો 22 મેના રોજ પૂજાનો જન્મદિવસ છે અને આખી જામિયાને તેની ખબર પડી ગઇ છે. તમને ખબર છે કઇ રીતે? કોઇ ટેક્નિકલ આશિકે જામિયા મિલિયા ઇસ્લામિયાની વેબસાઇટ હેક કરીને #HappyBirthdayPooja લખી દીધું છે."

(11:59 am IST)