મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd May 2018

મોદી સ્વદેશ પાછા ફર્યા : વિદાય આપવા પ્રોટોકોલ તોડી પુતિન એરપોર્ટ ગયા : વિદાઇ આપી

નવી દિલ્હી તા. ૨૨ : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન સાથે અનૌપચારિક શિખર સંમેલન બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આજે સ્વદેશ રવાના થઇ ગયા છે. રશિયાના રાષ્ટ્રપતી પુતિને પ્રોટોકોલ તોડીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદાય આપવા એરપોર્ટ પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સોમવારે રશિયાની મુલાકાતે પહોંચ્યા હતા.

જયાં વડાપ્રધાન મોદીએ પુતિન સાથે અનૌપચારિક શિખર બેઠક કરી હતી. બંને નેતાઓ વચ્ચે દ્વીપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા હાથ ધરાઇ હતી. જેમાં રક્ષા સહયોગની સાથે વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

વિદેશ મંત્રાલયના પ્રવકતાએ ટ્વિટ કરતાં જણાવ્યું કે અલવિદા મેરે દોસ્ત! આપણી દોસ્તીને વિશેષ મહત્વ આપતા રશિયાના રાષ્ટ્રપતિ પુતિને નાના પરંતુ સફળ રશિયાના પ્રવાસ બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને અંગત એરપોર્ટ પર આવી વિદાય આપી.

પીએમ મોદીએ સ્વદેશ રવાના થતા અગાઉ પુતિન સાતે વિશેષ બાળકો માટે બનાવામાં આવેલ ઇન્કયૂબેટરની મુલાકાત લીધી હતી. પીએમ મોદીએ કહ્યું કે ભારત-રશિયા વચ્ચે વાત ચોક્કસ વ્યૂહાત્મક ભાગીદારી સુધી પહોંચી ગઇ છે.

(11:49 am IST)