મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd May 2018

એક જ મચ્છર ત્રણ બિમારી ફેલાવે છે : ડેન્ગ્યું ફેલાવતુ મચ્છર ચિકનગુનીયા અને જીકા નામની બિમારીના જન્મદાતા

નવી દિલ્હી તા.રર : સાવધાન, એક જ મચ્છર તમને એક સાથે ત્રણ બિમારીનો શિકાર બનાવી શકે છે. રાષ્ટ્રીય વિષાણુ વિજ્ઞાન સંસ્થાન પુણેની શોધમાં આ સાબિત થયુ છે. ડેન્ગ્યુ ફેલાવતો મચ્છર ચિકનગુનીયા અને જીકા નામની બિમારી પણ ફેલાવે છે.

ડોકટરોની કલીનીકલ તપાસમાં કેટલાક એવા કેસ આવ્યા કે જેમાં એક જ દર્દીમાં બે બે બિમારીઓના લક્ષણ દેખાયા હોય. જેના પર એનઆઇવી પુણેએ તપાસ કરી. વૈજ્ઞાનિકોએ ડેન્ગ્યુ ફેલાવતા એડીસઇ જીપ્ટાઇ વાયરલ વાળા મચ્છરને ચિકનગુનિયા અને જીકાના વાયરસ પણ ઉમેર્યા. વૈજ્ઞાનિક જોવા માગતા હતા કે મચ્છર એક સાથે ત્રણ રોગથી અસરગ્રસ્ત છે કે નહી અને તેને આગળ ફેલાવી શકે છે કે નહી. લગભગ આઠ ટકા મચ્છરો બે અથવા તેના વધારે રોગથી અસરગ્રસ્ત મળ્યા. વૈજ્ઞાનિકોએ અને સુપર ઇન્ફેકટેડની નિશાની આપી.

સુપર ઇન્ફેકટેડ મચ્છરોનો ઉંંદરો પર પ્રયોગ કરાયો. પરિણામ એકદમ ખતરનાક આવ્યું. કોઇને ચીકનગુનીયા ડેન્ગ્યુ કોઇને જીકા - ડેન્ગ્યુ, કોઇને ચિકનગુનીયા જીકા તો ઘણાને ત્રણેયની અસર જોવા મળી. આ શોધ ભારતમાં મળી આવતા ચિકનગુનીયા, ડેન્ગ્યુ અને જીકાના વાયરસ પર કરવામાં આવેલ.

વૈજ્ઞાનિક ટીમમાં સામેલ ડી.ટી.મૌર્ય અને પ્રજ્ઞા ડી. યાદવના મતે એક જ મચ્છર ત્રણ રોગોનો સંવાહક બની શકતો હોવાથી આવા મચ્છરના કરડવાથી એક સાથે ત્રણ બિમારીઓ થઇ શકે છે અને બિમારી જેટલી વધારે એટલી જ ઘાતક હશે.

વૈજ્ઞાનિકોના મત પ્રમાણે જલવાયુ પરિવર્તનની સૌથી વધુ અસર કીટકો પર થઇ છે.એમાં મચ્છર પણ સામેલ છે. મચ્છરો પ્રતિરોધક ક્ષમતા મેળવી રહ્યા છે આ એક ગંભીર સ્થિતી છે.(૪૫.૧૪)

(11:24 am IST)