મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd May 2018

ચીનની તમામ મસ્જિદોએ રાષ્ટ્રધ્વજ ફરકાવવો જોઇઅ

ચીનમાં ૩૫૦૦ મસ્જિદોઃ ૨ કરોડ મુસ્લિમોઃ થોડા સમયથી અશાંતિ ફેલાઇ છેે: ચીનના બંધારણ-સમાજવાદના મૂળ સિધ્ધાંતોનો અભ્યાસ કરે

બીજીંગ તા.૨૨: ચીનના એક સરકારી ઇસ્લામી સંગઠને કહયુ છે કે દેશની બધી મસ્જીદોએ રાષ્ટ્રધ્વજ ફરકાવવો જોઇએ. વધુમાં એમણે કહયું કે દેશના સિધ્ધાંતો સારી રીતે સમજવા અને દેશભકિતની ભાવના વધારવા તેમણે ચીનના બંધારણ અને સમાજવાદના મુળ વિચારોનો અભ્યાસ કરવો જોઇએ.

ચીની વિશેષતાએ ચાઇના ઇસ્લામીક એસોશીએશનના આ વિચારને આવકાર્યુ છે. ચાઇના ઇસ્લામીક એસોશીએશને પોતાની વેબસાઇટ પર પત્ર મુકયો છે. જેમાં ઉપરોકત બાબતનો અનુરોધ કરાયો છે.

 ચીન ધર્મની બાબતે ગયા મહિને જાહેર કરાયેલ એક શ્વેતપત્ર પ્રમાણે ચીનમાં ૨ કરોડ મુસ્લિમ છે જેમાંથી મોટાભાગના જીનજીયાંગ ના ઉઇગર મુસ્લિમો છે. ચીનમાં લગભગ ૩૫૦૦ મસ્જિદો છે. પ્રાકૃતિક સંપતિ થી સમૃધ્ધ જીનજીયાંગ પ્રાંતમાંજ લગભગ એક કરોડ મુસ્લિમો રહે છે. અહીંયા છેલ્લા થોડા વર્ષોથી અશાંતિ છે જેના માટે ઇસ્ટ તુર્કીસ્તાન ઇસ્લામિક મુવમેન્ટના ત્રાસવાદીઓને જવાબદાર ગણાવાય છે.(૧.૮)

 

(11:23 am IST)