મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd May 2018

ઇઝરાઇલને ૧૨ મિનિટમાં સાફ કરી દઇશું : પાકિસ્તાન

પાક. સેનાના જનરલ જુબેર મહમૂદ કહે છે, યહુદીઓનું અસ્તિત્વ ક્ષણવારમાં સમાપ્ત થઇ જશે

ઇસ્લામાબાદ તા. ૨૨ : પાકિસ્તાની સેનામાં સ્ટાફ કમિટીના જોઈન્ટ ચીફ જનરલ જુબેર મહમૂદ હયાતે ઈઝરાયલને સમાપ્ત કરવામાં માત્ર બાર મિનિટ લાગશે, તેવો દાવો કર્યો છે.

જનરલ હયાતનો દાવો છે કે જો ઈઝરાયલ પાકિસ્તાનની જમીન પર હુમલો કરવાની કોશિશ કરશે. તો પાકિસ્તાન બાર મિનિટમાંજ યહુદીઓના શાસનને ઉખાડી ફેંકશે. જનરલ જુબેર હયાતનું કહેવું છે કે જયારે માનવાધિકારોની વાત થાય છે, તો પાકિસ્તાન પણ તેમા સામેલ છે. પરંતુ આમા એક મુશ્કેલી છે કે તેઓ ઈઝરાયલની સાથે આવી શકે તેમ નથી.

પાકિસ્તાનની છબીને બહારી સ્તરે સુધારવા માટે કદાચ તેમણે ખુદમાં એક પરિવર્તન પર ધ્યાન આપવું જોઈએ અને પછી ચિંતા કરવી જોઈએ કે બીજાની પાસે તેમની શું છબી છે. પાકિસ્તાની સેનાના જનરલ હયાતનો દાવો છે કે તેઓ યહુદી વિરોધી નથી. પરંતુ અન્ય દેશોને લઈને ચિંતિત થવાના સ્થાને પાકિસ્તાને હવે ખુદમાં ફેરફાર કરવાની જરૂર છે.

પેલેસ્ટાઈનનું સમર્થન કરતા પાકિસ્તાની સેનાના જનરલે કહ્યુ છે કે યહુદીઓ પાકિસ્તાનના દુશ્મન હોવાની વાત સાથે તેઓ સંમત નથી. નફરતથી માત્ર નફરત જ પેદા થાય છે. પરંતુઙ્ગ આ માનવાધિકારોનો સંઘર્ષ છે અને તેની સુરક્ષા કરવી સૌનો અધિકાર છે.

જનરલ હયાતનું કહેવું છે કે ઈઝરાયલનો પાકિસ્તાન સાથેનો ભરોસો મજબૂત રહ્યો નથી. તેમણે ૧૯૬૭માં એક યહુદી અખબારમાં પ્રકાશિત ઈઝરાયલના સંસ્થાપક બેન ગુરિયનના લેખનો ઉલ્લેખ પણ કર્યો હતો. ગુરિયને તે આર્ટિકલમાં લખ્યું હતું કે વર્લ્ડ જિયોનિસ્ટ મૂવમેન્ટે પાકિસ્તાનથી પેદા થનારા ખતરાની અવગણના કરવી જોઈએ નહીં. પાકિસ્તાન ઈઝરાયલના અસ્તિત્વ માટે ખતરો છે. પાકિસ્તાની સેનાના કમાન્ડર જનરલ હયાતે કહ્યુ છે કે ઈઝરાયલનું માનવું છે કે તમામ પેલેસ્ટાઈનવાસીઓ આતંકવાદી છે અને ઈઝરાયલ ઈસ્લામિક કટ્ટરપંથીઓ અને આત્મઘાતી હુમલાખોરોથી પોતાના નાગરિકોની સુરક્ષા કરી રહ્યું છે. હકીકત આનાથી બિલકુલ અલગ છે. (૨૧.૧૨)

(11:21 am IST)