મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd May 2018

બેંક કર્મચારીઓને ધમકીઃ હડતાળમાં જોડાશો તો નોકરી જશે

યુનિયન બેંક ઓફ ઇન્ડિયાએ પરિપત્ર કર્યો જાહેર પગાર બે ટકાના મામૂલી વધારાના પ્રસ્તાવના વિરોધમાં ૩૦-૩૧મે ના રોજ હડતાળનું એલાન કર્યુ છે

નવી દિલ્હી તા.૨૨: યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સના આહવાન પર પ્રસ્તાવિત બેંક કર્મચારીઓ અને અધિકારીઓની હડતાળને નિષ્ફળ કરવા માટે બેંક પ્રબંધન સક્રિય થયા છે યુનિયન બેંક ઓફ ઇન્ડિયાએ નોટીફિકેશન બહાર પાડીને પોતાના કર્મચારીઓની ચેતવણઈ આપી છે કે હડતાળમાં સામેલ થવા પર તેની નોકરી પણ જઇ શકે છે યુએફબીયુએ પગારમાં બે ટકાની મામૂલી વધારાના પ્રસ્તાવના વિરોધમાં ૩૦ અને ૩૧મે હડતાળનું એલાન કર્યુ છે.

નેશનલ ઓર્ગેનાઅઝેશન ઓફ બેંક યુનિયને બેંક પ્રબંધનની ચેતવણીની આકરી ટીકા કરી છે સંગઠનના ઉપાધ્યક્ષ અશ્વની રાણાએ યુનિયન બેંક ઇન્ડિયાનું સર્કયુલર પણ દેખાડયું તેમા કહેવામાં આવ્યુ છે કે જે અધિકારી તેમજ કર્મચારીમાં હડતાળમાં સામેલ થશે તેના વિરૂધ્ધ કાર્યવાહી કરાશે. નોકરી પણ જશે.

રાણાનું કહેવું છે કે બેંકોમાં હડતાળ અગાઉ પણ થતી જોવા મળી છે પરંતુ એવું પ્રથમવાર થઇ રહ્યું છે કે કેન્દ્રીય કાર્યાલયથી સર્કુલર બહાર પાડીને કર્મચારીઓને ચેતવણી આપવામાં આવી રહી છે તેનાથી જુના કર્મચારીનો ડરશે નહિ પરંતુ નવા કર્મચારી હડતાળથી અલગ રહેશે.

તેઓએ કહ્યું કે બેંક પ્રબંધન કર્મચારીઓમાં ભય કરવાની જગ્યાએ ભારતીય બેંક સંઘને સમ્માનજનક પગાર વધારા માટે રાજી કરી.(૭.૮)

(11:20 am IST)