મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd May 2018

હિમાચલપ્રદેશમાં ફરીવાર ભૂકંપના આંચકા:રિએક્ટર સ્કેલ ઉપર 4.1ની તીવ્રતા: જમીનથી 5 કી,મી,નીચે કેન્દ્ર બિન્દુ

કિન્નોર જિલ્લાના પૂહ પોલીસ સ્ટેશનના એક રૂમની છત ધરાશાયી :કિન્નૌર,કુલ્લુ અને શિમલા જિલ્લામાં ધરા ધ્રુજી

 

હિમચાલ પ્રદેશમાં ફરીવાર ભૂકંપના આંચકા નોંધાયા હતા જેનાથી શિમલાતી 280 કિલોમિટર દૂર કિન્નોર જિલ્લાના પૂહ પોલીસ સ્ટેશનના એક રૂમની છત ધરાશાયી થઇ છે. જોકે, ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી. કુલ્લુ જિલ્લામાં 4 વાગ્યાને 21 મિનિટે લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા.લોકો ભયભીત થઇને ઘરની બહાર દોડ્યા હતા.

  સુત્રોના જણાવ્યા મુજબ ભૂકંપની તિવ્રતા રિએક્ટર સ્કેલ ઉપર 4.1 નોધાઇ છે. જમીનથી પાંચ કિલોમિટર નીચે ભૂકંપની કેન્દ્ર બિન્દુ નોંધાયું છે. જ્યારે એપી સેન્ટર હિમાચરલના કિન્નોર જિલ્લામાં નોંધાયું છે. જેના કારણે હિમાચલ પ્રદેશના કિન્નૌર, કુલ્લુ અને શિમલા જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

  અત્રે ઉલ્લેખનીય છે કે, ભૂંકપના કારણે જાનહાની થઇ નથી. પરંતુ ભયભીત થયેલા લોકો ઘરમાંથી બહાર નીકળ્યા હતા. ઓફિસમાં બેઠેલા લોકોએ પણ ભકંપના આંચકા અનુભવ્યા હતા. હવામાન વિભાગના શિમલા તરફથી ભૂકંપની પુષ્ટી કરવામાં આવી છે.હિમાચલમાં ગત મહિને પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેમાં સૌથી વધારે આંચકા ચંબામાં આવ્યા હતા. જ્યારે શિમલાના રામપુરમાં પણ દરમિયાન આંચકા અનુભવાયા હતા.

(12:00 am IST)