મુખ્ય સમાચાર
News of Monday, 21st May 2018

હવે સુરક્ષા દળોનો નવો નારો :આતંકવાદીઓને જીવતા પકડો

આતંકી સંગઠનમાં નવા જોડાતા યુવાનો પર સુરક્ષાદળોનું ધ્યાન કેન્દ્રિતકરીને પરિવાર પાસે પાછા મોકલવાનો હેતુ

 

શ્રીનગરજમ્મુ કાશ્મીરમાં આતંકવાદનાં મુદ્દે સુરક્ષા દળોની રણનીતિમાં આગામી દિવસોમાં મોટુ પરિવર્તન જોવા મળશેહવે  સુરક્ષદળોનો નવો નારો છે "તેમને જીવતા પકડો". સુરક્ષાદોની રણનીતિમાં પરિવર્તનનો ઉદ્દેશ્ય આતંકવાદ સંગઠનોમાં નવા જોડાતા યુવાનો પર કેન્દ્રીત કરવું અને તેમને પોતાનાં પરિવાર પાસે પાછા મોકલવાનો અને તેમને પ્રેરિત કરવાનો છે

   વરિષ્ઠ અધિકારીઓએ કહ્યું કે, સુરક્ષા એજન્સીઓએ રણનીતિનો ઉદ્દેશ્ય આતંકવાદીઓ માટે જમીન પર કામ કરનારા નેટવર્કને ધ્વસ્ત કરવાનું છે. જેનાં યુવાનોને કટ્ટર બનાવીને જેહાદમાં ધકેલવામાં મહત્વપુર્ણ ભુમિકા હોય છે. આતંકવાદ વિરોધી અભિયાનમાં રહેલા એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, અમારો ઉદ્દેશ્ય તેમને જીવતા પકડવાનો છે અને તેમની ફરિયાદો સમજવાનો છે. આખરે 15-16 વર્ષનાં કિશોર એટલી હદ સુધી બ્રેનવોશ કરવામાં આવે છે કે તે દેશની સેનામાં સામે લડીને મરવા માંગે છે.

   અધિકારીઓએ કહ્યું કે, કેન્દ્ર દ્વારા સુરક્ષા દળોને રમજાન દરમિયાન આતંકવાદ વિરુદ્ધ અભિયાન ચાલુ નહી કરવા માટે જણાવ્યું છે. જો કે તે પહેલા સદ્દામ પોદ્દાર, ઇસા ફઝલ અને સમીર ટાઇગર જેવા ક્ટર આતંકવાદીઓને ઘર્ષણમાં ઠાર કરવાની જરૂર હતી કારણ કે પાકિસ્તાન આતંકવાદ વિરોધી સંગઠનો જેવા કે લશ્કર તોયબા, જૈશ મોહમ્મદ અને હિજબુલ મુજાહિદ્દીનમાં યુવાનોનો સમાવેશ કરવા પાછળ તેમનું મગજ કામ કરી રહ્યું હતું. ટોપનાં આતંકવાદી કમાન્ડરને ઠાર કરવામાં આવ્યા બાદ હવે રણનીતિમાં ફેરફાર કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે

(1:26 am IST)