મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd May 2018

ઇંગ્‍લેંડમાં ગુજરાતી મૂળની મહિલા જેસિકા પટેલની હત્‍યા મામલે પતિ મિત પટેલની ધરપકડ

લંડનઃ ઇંગ્‍લેંડમાં સ્‍થાયી થયેલી ગુજરાત મૂળની ફાર્માસિસ્‍ટ મહિલા ૩૪ વર્ષીય જેસીકા પટેલની ગયા સોમવારે થયેલી હત્‍યા મામલે તેના પતિ ૩૬ વર્ષીય મિતેશ પટેલની ધરપકડ થતા મામલો વધુ ગૂંચવાયો છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

ઇંગ્‍લેંડના મિડલ્‍સબોરો ટાઉનના લિન્‍થોર્પે સબર્બમાં રહેતી જેસિકાનો મૃતદેહ સોમવારે મળી આવતા તેના ઉપર અનેક ગંભીર ઇજાઓના નિશાન જોવા મળ્‍યા હતા. પતિ મિત પટેલ સાથે કેમિસ્‍ટ શોપ ચલાવતી જેસિકા તથા મિત વચ્‍ચે બહુ સારા સંબંધો હતા. તેવુ આડોશ પડોશમાં રહેતા લોકોનું મંતવ્‍ય છે જેસિકા કોલેજકામ દરમિયાન મિતના પરિચયમાં આવતા બંનેએ લગ્ન કર્યા હતા. તથા સુખી સંસંરા ભોગવતા હોવાનો અભિપ્રાય જાણવા મળતો હતો. તેથી પતિની ધરપકડ થવાથી મામલો વધુ ગૂંચવાયો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે

(12:00 am IST)