મુખ્ય સમાચાર
News of Thursday, 22nd April 2021

હવે મંગળ ગ્રહ ઉપર વસવાટની મનુષ્યની મહત્વાકાંક્ષા સફળ થવાની શક્યતા : મંગળ ઉપર કાર્બન ડાયોક્સાઇડમાંથી ઓક્સિજન બનાવતું NASA એ મોકલેલું ઉપકરણ કામયાબ નીવડ્યું : અવકાશયાત્રી 10 મિનિટ માટે શ્વાસ લઇ શકે તેટલા 5.4 ગ્રામ ઓક્સીજનનું નિર્માણ થઇ શક્યું

વોશિંગટન :  હવે મંગળ ગ્રહ ઉપર વસવાટની મનુષ્યની મહત્વાકાંક્ષા સફળ થવાની શક્યતાનું નિર્માણ થઇ શક્યું છે. જે મુજબ મંગળ ઉપર કાર્બન ડાયોક્સાઇડમાંથી ઓક્સિજન બનાવતું NASA એ મોકલેલું MOXIE નામક ઉપકરણ કામયાબ નીવડ્યું છે. જે અવકાશયાત્રી 10 મિનિટ માટે શ્વાસ લઇ શકે તેટલા 5.4 ગ્રામ ઓક્સીજનનું નિર્માણ કરવામાં સફળ નીવડ્યું છે.

મંગળની મુલાકાત લેતા કોઈપણ અવકાશયાત્રીઓને  શ્વાસ લેવા અને રોકેટોને બળતણ આપવા માટે પોતાનો ઓક્સિજન બનાવવાની જરૂર પડશે.

નાસાએ મંગળ પર કેટલીક બોનસ તકનીક સાથે પર્સિવરન્સ રોવર મોકલ્યું . આ એક એવું ઉપકરણ છે કે જે કાર્બન ડાયોક્સાઇડને ઓક્સિજનમાં ફેરવી શકે છે, જે કામ પૃથ્વી ઉપર વૃક્ષો કરે છે તે કામ આ ઉપકરણે કરી બતાવ્યું છે .

MOXIE તરીકે ઓળખાતા આ ડિવાઇસે પ્રથમવાર ઓક્સિજન ઉત્પન્ન કરવા માટે મંગળના વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ ખેંચ્યું. જેમાં સફળતા મળી .અલબત્ત તે થોડી માત્રામાં છે - 5.4 ગ્રામ, કે જે અવકાશયાત્રીને 10 મિનિટ  સ્વસ્થ રાખવા માટે પૂરતું છે . પરંતુ તે એક પુરાવો છે કે લાલ ગ્રહ ઉપર હવે ઓક્સીજનનું નિર્માણ થઇ શકશે .

આગામી દિવસોમાં અવકાશ યાત્રીઓને શ્વાસ લેવા માટે અને રોકેટને પૃથ્વી પર પાછા ફરવા માટે બળતણ ભરવા માટે, મંગળના વાતાવરણમાંથી પોતાનો ઓક્સિજન બનાવવાની જરૂર પડશે.

મંગળ પર કાર્બન ડાયોક્સાઇડને ઓક્સિજનમાં પરિવર્તિત કરવા માટેનું આ પહેલું કદમ  છે, એમ નાસાના સ્પેસટેક્નોલોજી મિશન ડિરેક્ટોરેટનાં સહયોગી સંચાલક જીમ ર્યુટરએ બુધવારે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું. જેથી ભવિષ્યમાં સ્થળ પર ઓક્સિજન ઉત્પન્ન થઇ શકવાથી  મંગળની પ્રારંભિક યાત્રા માટે ઘણી જગ્યા, વજન, બળતણ અને પૈસાની બચત થશે.તેવું બી.આઈ.દ્વારા જાણવા મળે છે.

(6:21 pm IST)