મુખ્ય સમાચાર
News of Thursday, 22nd April 2021

પ્રતિ મિનિટમાં ૨૦૦૦ લિટર ઓકિસજન ઉત્પન્ન થશે

સુરત સિવિલમાં પ્રેસર સ્વીંગ એડસોર્પ્શન પ્લાન્ટ શરૂ : ડો.નિમેષ વર્મા

નવી દિલ્હી : કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી હતી. કેન્દ્ર સરકારના આ નિર્ણય બાદ મેડિકલ ઓકિસજનની ક્ષમતા ૧૫૪.૧૯ મેટ્રિક ટન વધી જશે. આ માટેનો તમામ ખર્ચ પીએમ કેર્સ ફંડમાંથી થશે.

કોરોનાની બીજી લહેરમાં કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. સુરત નવી સિવિલ ખાતે દરરોજ ૫૫ થી ૬૦ ટન ઓકિસજનનો વપરાશ થઈ રહ્યો છે. જેને પગલે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આજથી ઓકિસજન જનરેટ પ્લાન્ટ શરૂ કરાયો છે. પ્રેસર સ્વીંગ એડસોર્પ્શન પ્લાન્ટમાં પ્રતિ મિનિટમાં ૨૦૦૦ લીટર ઓકસીજન મળશે.

સિવિલ કેમ્પસમાં ૧૩-૧૩ હજાર લિટરની બે, ૧૭ હજાર લિટરની એક અને ૬ હજાર લિટરની એક મળી કુલ ૪૩ હજાર લિટરની ઓકિસજન ટેન્કો કાર્યરત છે. સિવિલના દર્દીઓ માટે રોજ ૫૫થી ૬૦ ટન ઓકિસજનની જરુર પડી રહી છે. છેલ્લા ૧૦ દિવસમાં ૫૫૦ ટન ઓકિસજનનો વપરાશ થયો છે. સિવિલમા ંહવે નર્સિંગ કોલેજની બાજુમાં પ્રેસર સ્વીંગ એડસોર્પ્શન પ્લાન્ટ ટ્રાયલ બેઝ પર ગઇકાલે શરૂ કરાયો હતો.

દરમિયાન પ્લાન્ટમાં આજથી હવા મારફતે ઓકિસજન બનાવવાનું શરૂ થયું હતું. પ્રતિ મિનિટમાં ૨૦૦૦ લિટર ઓકિસજન મળવાનું શરૂ થયું છે. પ્લાન્ટ મારફત રોજ ૨થી૩ ટન ઓકિસજન ઉપલબ્ધ થશે એમ સિવિલના સર્જરી વિભાગનાં ડોકટર કમ સ્પેશીયલ ઓફિસર ડો.નિમેષ વર્માએ કહ્યુ હતુ. વિદેશી ટેકનીક મુજબ કામગીરી થઇ રહી છે. બહારના સપ્લાય પર નિર્ભરતા ઘટશે. અને સિવિલમાં દર્દીઓને સમયસર અને નિયમિત ઓકિસજન મળતો થશે. જેથી ક્રિટીકલ કંડીશનના દર્દીઓને ઝડપથી સાજા કરવામાં મદદ મળશે.

(3:26 pm IST)