મુખ્ય સમાચાર
News of Thursday, 22nd April 2021

શનિવારથી 18 વર્ષથી વધુ ઉપરના લોકોને રસી માટે ઓનલાઇન કરી શકશે રજીસ્ટ્રેશન

રસીકરણના આગલા તબક્કા માટે વેબસાઈટની લિંક : cowin.gov.in પર નોંધણી 48 કલાકની અંદર શરૂ

નવી દિલ્હી : 18 વર્ષથી વધુ ઉંમરના લોકો 1 મેથી કોરોના રસી મેળવી શકે છે અને જે લોકો રસી લેવા માંગતા હોય તેઓ શનિવાર એટલે કે 24 એપ્રિલથી કો-વિન પોર્ટલ પર નોંધણી કરાવી શકે છે. રસીકરણના આગલા તબક્કા માટે પોર્ટલ પર નોંધણી 48 કલાકની અંદર શરૂ થશે.

કોરોનાના બીજી લહેર દરમિયાન દરરોજ ભારતમાં આવતા રેકોર્ડ કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે 1 મેથી 18 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકો માટે રસીકરણ શરૂ કર્યું છે. નવા નિયમો અનુસાર રાજ્ય અને ખાનગી હોસ્પિટલો હવે સીધી રસી ખરીદી શકે છે.

(1:51 pm IST)