મુખ્ય સમાચાર
News of Thursday, 22nd April 2021

હરિયાણામાં 1710 કોરોનાની રસીના ડોઝની ચોરી : તિજોરીમાંથી કેટલીક ફાઈલો પણ ગાયબ

જીંદના પીપી સેન્ટરથી 1270 કોવિશીલ્ડ અને 440 કોવેક્સીન ચોરી

હરિયાણાના જીંદના પીપી સેન્ટરથી 1710 રસીના ડોઝ ચોરી થઈ ગયા છે. આ હરિયાણામાં રસી ચોરીનો પહેલો મામલો છે. આ પહેલા રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં રસી તથા રેમડેસિવિર ઈન્જેક્શન ચોરી થવાના મામલા આવી ચૂક્યા છે.

  જીંદના સ્વાસ્થ્ય નિરિક્ષક રામ મેહરા વર્માએ જણાવ્યું કે તિજોરીઓના તાળા તુટેલા છે અને રસી ઉઠાવવામાં આવી છે. 1270 કોવિશીલ્ડ અને 440 કોવેક્સીન ચોરી થઈ છે. થોડીક ફાઈલો પણ ચોરી થઈ છે. રસી ચોરી થવાના મામલા પર પોલીસ તપાસ કરી રહી છે. જીંદના ડીઆઈજીએ જણાવ્યું કે અમે સીસીટીવી ફુટેજ જોઈ રહ્યા છીએ. પ્રથમ દ્રશ્યમાં લાગે છે આ કોઈ જાણકારનું કામ છે.

  થોડાક દિવસો પહેલા રાજસ્થાનના જયપુરની સરકારી કાંવટિયા હોસ્પિટલમાં કોરોનાની 32 વાયલ ચોરી થઈ હતી. આ વાયલમાં 10 ખોરાક હોય છે અને 32 વાયલમાં કુલ 320 ડોઝ હતા. ત્યારે મધ્ય પ્રદેસની રાજધાની ભાપાલ સ્થિત સરકારી હમીદિયા હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીઓને લઈને કારગત રેમડેસિવિર ઈન્જેક્શન મોટા જથ્થામાં ચોરી થવાનો મામલો સામે આવ્યો છે.

(1:05 pm IST)