મુખ્ય સમાચાર
News of Thursday, 22nd April 2021

દેશમાં કોરોનાના કેસમાં ભયંકર ઉછાળો : અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડ્યા : નવા 3.10 લાખથી વધુ કેસ : 22.81 લાખથી વધુ એક્ટીવ કેસ : વધુ 2039 દર્દીના મોત :1,77 લાખથી વધુ રેકોર્ડબ્રેક દર્દીઓ રિકવર થયા

મહારાષ્ટ્રમાં સૌથી વધુ 67.468 નવા કેસ, :ઉત્તર પ્રદેશમાં 33.106 કેસ, દિલ્હીમાં 24,638 કેસ, કર્ણાટકમાં 23.558 કેસ, કેરળમાં 22.514 કેસ, રાજસ્થાનમાં 14,622 કેસ , છત્તીસગઢમાં 14.519 કેસ, મધ્યપ્રદેશમાં 13,107 કેસ,ગુજરાતમાં 12, 553 કેસ, બિહારમાં 12.222 કેસ,તામિલનાડુમાં 11,681 કેસ,પશ્ચિમ બંગાળમાં 10,784 કેસ નોંધાયા

નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસના નવા કેસમાં ભયજનક ઉછાળો નોંધાયો છે સતત વધી રહેલા કેસોએ લોકોની ચિંતા વધારી દીધી છે. સ્થિતિ એ થઈ ગઈ છે કે દેશમાં દરરોજ એક લાખથી વધુ નવા કેસ સામે આવી રહ્યાં છે તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી બે લાખથી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે જયારે આજે છેલ્લા 24 કલાકમાં 3.10.437 નવા કેસ નોંધાતા ભારે ફફડાટ ફેલાયો છે

 એક જ દિવસમાં દેશમાં સૌથી વધુ કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 2039 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 1,84,610 થયો છે છેલ્લા 24 કલાકમાં રેકોર્ડબ્રેક 3.10.437 નવા કેસ નોંધાતા  કુલ કેસની સંખ્યા 1,59.19.691 થઇ છે  એક્ટિવ  સંખ્યા પણ 22.81 લાખને  પાર  પહોંચી છે છેલ્લા 24 કલાકમાં 1,77.041 દર્દીઓ રિકવર  કરાયા છે આ સાથે કુલ  1.34,47.044 લોકોએ કોરોનાને મહાત આપી છે

  દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 67.468 નવા કેસ, :ઉત્તર પ્રદેશમાં 33.106 કેસ, દિલ્હીમાં 24,638 કેસ, કર્ણાટકમાં 23.558 કેસ, કેરળમાં 22.514 કેસ, રાજસ્થાનમાં 14,622 કેસ , છત્તીસગઢમાં 14.519 કેસ, મધ્યપ્રદેશમાં 13,107 કેસ,ગુજરાતમાં 12, 553 કેસ, બિહારમાં 12.222 કેસ,તામિલનાડુમાં 11,681 કેસ,પશ્ચિમ બંગાળમાં 10,784 કેસ નોંધાયા છે  

(12:00 am IST)