મુખ્ય સમાચાર
News of Thursday, 22nd April 2021

દેશમાં કોરોના સંકટ વચ્ચે વિદેશથી ઓક્સિજન લાવવા તૈયારી : વાયુસેનાની લેવાઈ શકે છે મદદવાયુસેનાની મદદથી ઓક્સિજન સપ્લાઈને ઝડપી બનાવી શકાય

નવી દિલ્હી :દેશમાં કોરોના સંકટ વચ્ચે વિદેશથી ઓક્સિજન લાવવા માટે હવે વાયુસેનાની તૈયારી કરવામાં આવશે. સૂત્રો અનુસાર, બીજા દેશોથી ઓક્સિજન લાવવા માટે કેન્દ્ર સરકાર વાયુસેનાની મદદ લઈ શકે છે. સરકાર વિદેશોથી કન્ટેનર વગેરે દ્વારા ઓક્સિજન લાવવા માટે ભારતીય વાયુ સેનાના ઉપયોગનો વિકલ્પ શોધી રહી છે. એવામાં સંભાવના છે કે, ઓક્સિજન લાવવા માટે વાયુસેનાનો ઉપોયગ કરવામાં આવી શકે છે

સૂત્રોનું કહેવું છે કે, ઓક્સિજન ઉપલબ્ધ છે, પરંતુ તેને લઈ જવા માટે ઉપયોગ કરવામાં આવતા કન્ટેનરોની અછતના કારણે ટ્રાન્સપોર્ટ એક મોટી સમસ્યા છે. એવામાં વાયુસેનાની મદદથી ઓક્સિજન સપ્લાઈને ઝડપી કરવાથી કોરોના સંકટના સમયમાં દેશમાં ઓક્સિજનની આપૂર્તિ કરવામાં મદદ મળશે.

ઉલ્લેખનિય છે કે, દેશમાં વર્તમાન સમયમાં ઓક્સિજનની ભારે અછત ચાલી રહી છે. દિલ્હી, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યો ઓક્સિજન માટે વિનંતી કરી રહ્યાં છે.

(12:00 am IST)