મુખ્ય સમાચાર
News of Thursday, 22nd April 2021

આવતીકાલે 22 એપ્રિલ રાત્રે 8 વાગ્યાથી થી 1 મે 2021 સુધી મહારાષ્ટ્રમાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરતા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે

કટોકટી માટે જાહેર પરિવહનની સેવાઓ 50% સુધી ચાલુ રખાશે : સરકારી કચેરીમાં માત્ર 15% લોકોની હાજરી: 25 લોકો લગ્ન સમારોહમાં હાજર રહી શકશે અને બધી વિધિઓ ફક્ત 2 કલાકમાં પુરી કરવાની રહેશે: સ્થાનિક સેવાઓ ફક્ત કટોકટી સેવાઓ માટે જ ચાલુ રખાશે : નવી ગાઇડલાઇન જાહેર

મુંબઈ : મહારાષ્ટ્રમાં વિવિધ પ્રકારના પ્રતિબંધો લાગુ કર્યા પછી પણ કોરોના વાયરસના કેસો ઘટતા નથી. રાજ્યમાં મોટી સંખ્યામાં ચેપગ્રસ્ત દર્દીઓ બહાર આવી રહ્યા છે, જેના કારણે ઉદ્ધવ સરકારે સંપૂર્ણ લોકડાઉન કરવાની જાહેરાત કરી છે. મહારાષ્ટ્ર સરકારે સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કર્યા પછી, રાજ્યમાં વધુ કડક નિયમો અમલમાં આવ્યા છે.

આ અગાઉ રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે મંગળવારે કહ્યું હતું કે અમે મુખ્ય પ્રધાનને રાત્રે 8 વાગ્યાથી સંપૂર્ણ લોકડાઉન લાદવાની અપીલ કરી છે. તમામ મંત્રીઓએ મુખ્યમંત્રી પાસે આની વિનંતી કરી છે.

રાજ્ય સરકારે લોકડાઉન અંગે એસઓપી પણ જાહેર કરી છે. લોકડાઉન ગુરુવારે રાત્રે 8 વાગ્યે શરૂ થશે. રાજ્ય સરકારના એસઓપી અનુસાર, જાહેર અને ખાનગી પરિવહન દ્વારા મુસાફરીની મંજૂરી રહેશે નહીં. જો કે, આવશ્યક ચીજવસ્તુઓ, તબીબી કારણો અને રસીકરણને આમાંથી મુક્તિ આપવામાં આવશે.

સંપૂર્ણ લોકડાઉન લાગુ થયા પછી ફક્ત 25 લોકોને જ લગ્ન સમારોહમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે. ઉદ્ધવ સરકારે ખાનગી અને સરકારી કચેરીઓમાં 15 ટકા કર્મચારીઓ સાથે કામ કરવાની મંજૂરી આપી છે. સરકારે એમ પણ કહ્યું છે કે ખાનગી કચેરીઓમાં આવશ્યક સેવાઓમાં મુક્તિ આપવામાં આવી છે.

બુધવારે લોકડાઉનની ઘોષણા પૂર્વે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના ચેપના 67,468 નવા કેસ નોંધાયા છે. આ સાથે, ચેપગ્રસ્તની કુલ સંખ્યા વધીને 40,27,827 થઈ ગઈ છે. 568 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. 18 એપ્રિલે, એક જ દિવસમાં ચેપના મહત્તમ 68,631 કેસ નોંધાયા છે. મહારાષ્ટ્ર સરકારના એક અધિકારીએ જણાવ્યું હતું કે વધુ 568 દર્દીઓનાં મોત પછી, મૃતકોની કુલ સંખ્યા વધીને 61,911 થઈ ગઈ છે. તે જ સમયે, મુંબઇમાં ચેપના 7,654 નવા કેસો આવ્યા પછી, ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 6,01,713 થઈ ગઈ છે. આ સિવાય 62 દર્દીઓનાં મોત બાદ મૃતકોની સંખ્યા 12,508 પર પહોંચી ગઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં 1 મે સુધી કલમ 144 લાગુ છે અને બ્રેક ધ ચેઇન અભિયાન અંતર્ગત તમામ બિન-આવશ્યક પ્રવૃત્તિઓ અને સેવાઓ પર પ્રતિબંધ છે. મહારાષ્ટ્ર સરકારે કોવિડ ગાઇડલાઇન્સને બદલીને કહ્યું છે કે, હવે રાજ્યમાં માત્ર 4 કલાક માટે કરિયાણા અને ખાદ્યપદાર્થોની દુકાન ખોલવામાં આવશે. પ્રથમ નાઇટ કર્ફ્યુ હોવા છતાં, પછી વીકએન્ડ લોકડાઉન અને હવે મિનિલોકડાઉન હોવા છતાં, મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ ઘટવાનું ઈ લઇ રહ્યું.

(12:00 am IST)