મુખ્ય સમાચાર
News of Monday, 22nd April 2019

નવજોત સિંહ સિદ્ધુ ઉપર ચૂંટણીપંચે લગાવ્યો પ્રતિબંધ :72 કલાક પ્રચાર નહિ કરી શકે

સાર્વજનિક બેઠક, રોડ શો, રેલી કરી શકશે નહીં અને ઇન્ટરવ્યૂ પણ આપી શકશે નહીં

 

નવી દિલ્હી :ચૂંટણી પંચે કોંગ્રેસના નેતા અને પંજાબ સરકારના મંત્રી નવજોત સિંહ સિદ્ધુ ઉપર આગામી 72 કલાક માટે પ્રતિબંધ  મુક્યો છે  આ દરમિયાન તે સાર્વજનિક બેઠક, રોડ શો, રેલી કરી શકશે નહીં અને ઇન્ટરવ્યૂ પણ આપી શકશે નહીં. 23 એપ્રિલને સવારે 10 કલાકેથી ચૂંટણી પંચનો આદેશ લાગુ થશે.

    સિદ્ધુએ બિહારના કટિહારમાં ચૂંટણી પ્રચાર દરમિયાન એક વિવાદિત નિવેદન કર્યું હતું. જેને શનિવારે ચૂંટણી પંચે નોંધ લીધી હતી અને નોટિસ પાઠવી હતી. આ પહેલા પંચે સિદ્ધુને 24 કલાકની અંદર જવાબ આપવાનો આદેશ આપ્યો હતો. હવે તેના આ નિવેદન પર પંચં કાર્યવાહી કરી છે.
    સિદ્ધુએ મુસ્લિમ સમુદાયને એકજુટ થઈને કોંગ્રેસને વોટ આપવાની અપીલ કરી હતી. જેના કારણે તેની ઉપર આચાર સંહિતાના ભંગનો મામલો નોધાયો હતો. કટિહારના બારસોઈ સ્ટેશનમાં મેજિસ્ટ્રેટ રાજીવ રંજનના નિવેદન પર મામલો નોધાયો હતો

(11:22 pm IST)