મુખ્ય સમાચાર
News of Monday, 22nd April 2019

હમીરપુરથી ૩ વખત સાંસદ રહી ચુકેલ બીજેપી નેતા સુરેશ ચંદેલ કોંગ્રેસમાં જોડાયા

હિમાચલ પ્રદેશના હમીરપુરથી ૩ વખત સાંસદ રહેલ બીજેપી નેતા ચંદેલ સોમવારના કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની હાજરીમાં પાર્ટીમાં જોડાયા. આ અવસર પર હિમાચલ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કુલદીપસિંહ રાઠોડ અને રાજયના પ્રભારી રજની પાટીલ પણ હાજર રહેલ. હમીરપુરથી બીજેપીના અનુરાગ ઠાકુર હાલના સાંસદ છે.

(9:37 pm IST)