મુખ્ય સમાચાર
News of Monday, 22nd April 2019

દિલ્હીમાં એએપી સાથે ગઠબંધન નહીં જ થાય

કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા

નવીદિલ્હી, તા. ૨૨ : કોંગ્રેસ પાર્ટીએ દિલ્હીમાં એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે. કારણ કે, આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવેલી માંગને કોંગ્રેસ પાર્ટીએ ફગાવી દીધી છે. કોંગ્રેસ પાર્ટી દ્વારા દિલ્હીની લોકસભા બેઠકો પૈકી છ બેઠકોના ઉમેદવાર જાહેર કરી દીધા છે. આની સાથે જ દિલ્હીમાં લોકસભાની ચૂંટણીમાં મુખ્યરીતે ત્રિકોણીય જંગ ખેલાશે. કોંગ્રેસ પાર્ટીએ ગઠબંધન કરવાની એએપીની માંગણીને ફગાવી દીધી છે. ભારતીય જનતા પાર્ટી સામે લડવા આમ આદમી પાર્ટીએ વ્યાપક મતભેદ હોવા છતાં કોંગ્રેસ સાથે હાથ મિલાવવાનો સંકેત આપ્યો હતો. વારંવાર રજૂઆત પણ કરવામાં આવી હતી. જો કે, આજે કોંગ્રેસ પાર્ટીએ પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા હતા. હવે એક ઉમેદવારના નામની જાહેરાત બાકી રહી છે જેથી સસ્પેન્સનો અંત આવ્યો છે.

(7:55 pm IST)