મુખ્ય સમાચાર
News of Monday, 22nd April 2019

કયા મહારથી મેદાનમાં

અમિત શાહ પણ ચૂંટણી મેદાનમાં

નવીદિલ્હી, તા. ૨૨ : ૧૩ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેતી લોકસભાની ૧૧૬ બેઠકો પર ત્રીજા તબક્કાની ચૂંટણી  માટે આવતીકાલે મતદાન યોજાનાર છે. કરોડો મતદારો ચૂંટણી મેદાનમાં રહેલા ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરવા માટે સજ્જ દેખાઇ રહ્યા છે. આવતીકાલે ત્રીજા તબક્કાના મતદાનની સાથે જ ૩૦૨ સીટ પર લોકસભાની ચૂંટણી માટેની પ્રક્રિયા પૂર્ણ થઇ જશે. હજુ સુધી બે તબક્કામાં કુલ ૧૮૬ સીટ પર મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઇ ચુકી છે. ઉંચા મતદાનની ખાતરી કરવા માટેના તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા હોવા છતાં અપેક્ષા મુજબનુ મતદાન હજુ સુધી થયુ નથી. ત્રીજા તબક્કામાં ઉત્તરપ્રદેશની ૧૦ સીટ પર મતદાન થનાર છે. મુખ્ય સ્પર્ધા ભાજપ અને ગઠબંધન વચ્ચે છે. ઉત્તરપ્રદેશમાં ત્રીજા તબક્કામાં ૯૫.૫ લાખ પુરૂષ મતદારો છે. જ્યારે ૮૦.૯ લાખ મહિલા મતદારો છે. ત્રીજા તબક્કામાં મેદાનમાં રહેલા મહારથી નીચે મુજબ છે.

*   રાહુલ ગાંધી (કોંગ્રેસ અધ્યક્ષ)

*   મુલાયમ સિંહ યાદ ( સપાના સ્થાપક)

*   આઝમ ખાન ( સમાજવાદી પાર્ટીના નેતા)

*   જ્યા પ્રદા ( બોલિવુડ સ્ટાર, ભાજપ લીડર)

*   શિવપાલ સિંહ યાદવ  પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી)

*   વરૂણ ગાંધી ( ભારતીય જનતા પાર્ટી)

*   અમિત શાહ (ભારતીય જનતા પાર્ર્ટી)

*   પરેશ ધાનાણી (કોંગ્રેસ)

*   ભરતસિંહ સોલંકી (કોંગ્રેસ)

 

 

(7:52 pm IST)