મુખ્ય સમાચાર
News of Monday, 22nd April 2019

ત્રીજા ચરણને લઇને

મોદી, અમિત શાહ પણ મતદાન કરનાર છે

નવી દિલ્હી, તા. ૨૨:  ૧૭મી લોકસભાની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા જારી રહી છે. ૧૨ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેતી લોકસભાની ૧૧૬ બેઠકો પર ત્રીજા તબક્કાની ચૂંટણી  માટે આવતીકાલે મતદાન યોજાનાર છે.મતદાનની સાથે સાથે નીચે મુજબ છે

*    ૧૧મી એપ્રિલના દિવસે પ્રથમ તબક્કામાં, ૧૮મી એપ્રિલના દિવસે બીજા તબક્કામાં શાંતિપૂર્ણ રીતે મતદાન થયા બાદ આવતીકાલે ત્રીજા તબક્કામાં મતદાન થશે

*    ત્રીજા તબક્કામાં ૧૨ રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ૧૧૬ સીટ પર મતદાન થશે

*    ગુજરાતની તમામ ૨૬ લોકસભા સીટ પર મતદાન થનાર છે

*    ગુજરામાં ગાંધીનગર સીટ સહિત કુલ ૩૭૧ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે

*    વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ રાણીપ મતવિસ્તારમાં તેમના મતાધિકારનો ઉપયોગ કરશે

*    ત્રીજા  તબક્કામાં પણ શાંતિપૂર્ણ રીતે મતદાનને પાર પાડવા માટે ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયાર કરી લેવામાં આવી છે

*    ત્રીજા તબક્કામાં ઉત્તરપ્રદેશની ૧૦ સીટ પર મતદાન થનાર છે. મુખ્ય સ્પર્ધા ભાજપ અને ગઠબંધન વચ્ચે છે. ઉત્તરપ્રદેશમાં ત્રીજા તબક્કામાં ૯૫.૫ લાખ પુરૂષ મતદારો છે. જ્યારે ૮૦.૯ લાખ મહિલા મતદારો છે. કુલ એક કરોડ ૭૬ લાખ મતદારો કુલ ૧૨૦ ઉમેદવારોના ભાગ્યનો ફેંસલો કરવા જઇ રહ્યા છે.

*    બિહારમાં પાંચ સીટ પર મતદાન યોજાનાર છે. પાંચ સીટ પર ૮૨ ઉમેદવારો મેદાનમાં છે. કુલ ૮૮.૩૧ લાખ મતદારો છે

*    લોકસભા ચૂંટણી માટેના કાર્યક્રમની ચૂંટણી પંચે ૧૦મી માર્ચના દિવસે  જાહેરાત કરી દીધી હતી.ત્યારબાદથી મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે

*    ત્રીજા તબક્કાની  ચૂંટણી માટે પ્રચારનો રવિવારના દિવસે અંત આવ્યો હતો

*    લોકસભાની કુલ ૫૪૩ સીટો ઉપર સાત તબક્કામાં ચૂંટણી યોજનાર છે. જે પૈકી ત્રીજા  તબક્કામાં આવતીકાલે મતદાનને લઇને ભારે ઉત્સાહ છે

*    ૧૭મીલોકસભામાં સત્તાની ચાવી કોની પાસે આવશે તે અંગેનો ફેંસલો ૨૩મી મેના દિવસે થશે.તમામ મતદારો પણ ઉત્સુક બન્યા

*    તમામ મતદાન મથકો ઉપર વીવીપેટની વ્યવસ્થા કરવામાં આવી ચુકી છે. આનાથી વોટરો એ બાબતને જાણી શકશે કે, તેમના મત યોગ્ય ઉમેદવારને પડ્યા છે કે કેમ.

*    તમામ મતદાન કેન્દ્રો ઉપર આ વખતે સીસીટીવી કેમેરા ગોઠવી દેવામાં આવ્યા છે. અને ચૂંટણી પ્રક્રિયાની વિડિયોગ્રાફી કરવામાં આવનાર છે

*    આ વખતે સામાન્ય ચૂંટણીમાં ૯૦ કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.

*    ૨૦૧૪થી હજુ સુધી ૮.૪ કરોડ મતદારો વધ્યા છે. આમા પણ ૧.૫ મતદારો એવા છે જેમની વય ૧૮થી ૧૯ વર્ષની છે.

*    ૧.૫ મતદારો એવા છે જેમની વય ૧૮થી ૧૯ વર્ષની છે. છેલ્લી ચૂંટણીમાં ૮૧ કરોડ મતદારો હતા. આ વખતે દેશભરના ૯૩.૩ ટકા મતદારોની પાસે ઓળખપત્ર રહેલા છે.

*    ૨૦૧૪માં ચૂંટણી દરમિયાન આ સદીમાં જન્મેલા લોકોની વય ૧૮ વર્ષની ન હતી

*        છેલ્લી ચૂંટણીની વાત કરવામાં આવે તો ૨૦૧૪માં સાત એપ્રિલના દિવસે પ્રથમ રાઉન્ડ માટે મતદાન થયું હતું જ્યારે ૧૨મી મેના દિવસે અંતિમ રાઉન્ડ માટે મતદાન યોજાયું હતું. ૧૬મી મેના દિવસે વર્ષ ૨૦૧૪માં ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા.

(4:02 pm IST)