મુખ્ય સમાચાર
News of Monday, 22nd April 2019

શ્રીલંકાઃ સીરીયલ બ્લાસ્ટમાં બે JDS નેતાઓના મોત

સુષ્મા સ્વરાજે ટ્વિટ કરીને પુષ્ટિ કરીઃ પાંચ લાપતા

બેગલુ, તા.૨૨: શ્રીલંકાની રાજધાની કોલંબોમાં રવિવારના રોજ થયેલા ૮ બોમ્બ બ્લાસ્ટમાં જનતા દળ (સેકયુલર) એટલે કે જેડીએસના બે નેતાઓના પણ મોત થયા છે. તેની પુષ્ટિ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે પણ કરી. કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ પહેલાં જ તેમના મોતની આશંકા વ્યકત કરી હતી. કહેવાય છે કે જેડીએસના ૭ નેતા ૨૦મી એપ્રિલના રોજ શ્રીલંકાની મુલાકાતે ગયા હતા, પરંતુ બ્લાસ્ટ બાદ તેમનો સંપર્ક થઇ શકયો નહોતો.

આ જેડીએસ નેતાઓના નામ એમ.રંગપ્પા અને કેજી હનુમંથરૈયપ્પા છે. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે શ્રીલંકા બોમ્બ બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા ભારતીયોના જે નામોની ટ્વીટ કરી હતી, તેમાં તેમનું નામ પણ સામેલ છે. કહેવાય છે કે રવિવારના રોજ ૮ બ્લાસ્ટમાં શ્રીલંકાની રાજધાની કોલંબોમાં અત્યાર સુધીમાં ૨૯૦ લોકોના મોત થયા છે અને અંદાજે ૫૦૦ લોકો દ્યાયલ થયા છે. મૃતકોમાં પાંચ ભારતીય પણ સામેલ છે.

કર્ણાટકના મુખ્યમંત્રી અને જેડીએસ નેતા એચડી કુમારસ્વામીએ તેના પર શોક વ્યકત કર્યો છે. તેમણે તેના પર કહ્યું કે એ જાણીને મને આદ્યાત લાગ્યો છે કે કર્ણાટકથી શ્રીલંકાની મુલાકાત પર ગયેલા જેડીએસ નેતાઓની સાત સભ્યવાળી ટીમ ધડાકા બાદ જ ગુમ છે. તેમાંથી બેના મોતની આશંકા વ્યકત કરાઇ છે.

(4:01 pm IST)