મુખ્ય સમાચાર
News of Monday, 22nd April 2019

અદાણી ગ્રૃપને કોલસા, ગેસ, હાઇવેની પરિયોજનાનો કોન્ટ્રાકટ મળ્યો

નવીદિલ્હી,તા.૨૨: ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના નેતૃત્ત્વવાળી અદાણી સમૂહને રાજમાર્ગ નિર્માણ,વિમાની મથકનો વિકાસ,કોલસા ખનન અને શહેરી ગેસ વિતરણથી જોડાયેલ વિવિધ પરિયોજનાનો કોન્ટ્રાકટ્ર મળ્યો છે.કંપનીએ ગત કેટલાક વર્ષમાં આ પરિયોજનાઓનો કોન્ટ્રાકટ પ્રતિસ્પર્ધામાં અરજીથી પ્રાપ્ત કર્યો છે.આ કંપનીએ પોતાના કારોબારનું વિવિધીકરણ કરવા અને નવા ક્ષેત્રોમાં પ્રવેશષ કરવાના પ્રયાસોનો હિસ્સો છે.

કંપનીના નજીકના સુત્રોએ માહિતી આપી હતી કે કંપનીએ આક્રમક રીતે બોલી લગાવી લોઝિસ્ટિક,ખનન ઉર્જા નિર્માણ અને કૃષિ ઉત્પાદનોના ક્ષેત્રમાં પરિયોજનાઓ હાંસલ કરી અને પોતાના પોર્ટફોલિયોનું વિવિધીકરણ કર્યું છે. ફેબ્રુઆરીમાં અદાણી એટરપ્રાઇઝેઝે દેશમાં અડધા ડઝન વિમાની મથકોના વિકાસ માટે બોલી લગાવી હતી કંપનીએ આ વિમાની મથકો માટે ભારતીય વિમાનપત્તન પ્રાધિકરણને આગામી ૫૦ વર્ષ માટે પ્રતિ યાત્રી સૌથી વધુ  શુક્લ આપવાની પેશકશ કરી હતી.

સુત્રોના જણાવ્યા અનુસાર કંપનીને કોલસા ખાન વિકાસ અને પરિચાલનનો કોન્ટ્રાકટ મળ્યો જેનુ ંકુલ ઉત્પાદન ક્ષમતા ૬.૪ કરોડ ટન વાર્ષિકથી વધુ છે. અદાણી ગ્રીન એનર્જીએ ગત પાંચ વર્ષમાં ૨,૬૨૩ મેગાવોટની સૌર ઉર્જા અને ૧,૫૪૭ મેગાવોટની પવન ઉરજા પરિયોજનાઓની અરજી કરી હતી આ સાથે જ કંપનીએ પ્રતિગામી હરાજીમાં ૩૯૦ મેગાવોટની હાઇબ્રિડ પરિયોજનાઓના કોન્ટ્રાકટ પણ પ્રાપ્ત કર્યો છે.હરાજીમાં સૌથી ઓછા દરે વિજળી ઉપલબ્ધ કરાવનારી કંપનીને કોન્ટ્રાકટ મળે છે.

સુત્રોના જણાવ્યા અનુસાર ૧,૩૦૦૦ ઔદ્યોગિક એકમો અને લગભગ ચાર લાખ છુટક ગ્રાહકોને ગેસના પુરવઠો કરનારી અદાણી ગેસને ગત વર્ષ નવેમ્બરમાં ૧૩ શહેરોમાં પાઇપ દ્વારા રસોઇ ગેસ પહોંચાડવા અને  સીએનજીની છુટક વેચાણ કરવાનો કોન્ટ્રાકટ મળ્યો  હાલ અદાણી ગેસ ઉત્તરપ્રદેશના ખુર્જા હરિયાણાના ફરીદાબાદ અને ગુજરાતના વડોદરા અને અમદાવાદમાં ગેસ પુરવઠો કરે છે. આ ઉપરાંત અદાણી ટ્રાંસપોર્ટે ગત વર્ષ એપ્રિલમાં છત્તીસગઢ અને તેલંગણામાં સડક પરિયોજનાઓનો કોન્ટ્રાકટ પ્રાપ્ત કર્યો હતો.

(3:59 pm IST)