મુખ્ય સમાચાર
News of Monday, 22nd April 2019

કોંગ્રસે દિલ્હી લોકસભા માટે છ ઉમેદવાર જાહેર કર્યા :મનોજ તિવારી સામે શીલા દીક્ષિતને ટિકિટ

ચાંદની ચોકથી જેપી અગ્રવાલ, પૂર્વ દિલ્હીથી અરવિંદર સિંહ લવલી નવી દિલ્હીથી અજય માકન ઉત્તર-પશ્ચિમ દિલ્હી બેઠકથી પાર્ટીએ રાજેશ લિલોથિયાને ટિકિટ

નવી દિલ્હી: કોંગ્રેસે દિલ્હી લોકસભાની સાત બેઠકોમાંથી છ ઉમેદવાર જાહેર કર્યા છે કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી શીલા દિક્ષિતને ઉત્તર-પૂર્વ દિલ્હીથી મેદાનમાં ઉતાર્યા છે.જયારે પાર્ટીએ ચાંદની ચોકથી જેપી અગ્રવાલને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. સાથે પૂર્વ દિલ્હીથી અરવિંદર સિંહ લવલીને ટિકિટ આપી છે.

  નવી દિલ્હીથી અજય માકન ને કોંગ્રેસ ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે ઉત્તર-પશ્ચિમ દિલ્હી બેઠકથી પાર્ટીએ રાજેશ લિલોથિયાને ટિકિટ આપી છે. પશ્ચિમ દિલ્હીથી પાર્ટીએ મહાબલ મિશ્રાને મદાનમાં ઉતાર્યા છે.

ભાજપે રવિવારે દિલ્હીની સાતમાંથી 4 બેઠકો પર તેમના ઉમેદવારોની જાહેરાત કરી હતી. તેમાંથી હર્ષવર્ધનને ચાંદની ચોકથી ઉમેદવાર બનાવ્યા છે. ત્યારે ઉત્તર-પૂર્વ દિલ્હી બેઠકથી ફરી એક વખત મોનજ તિવારીને ટિકિટ આપવામાં આવી છે.

પશ્ચિમ દિલ્હીથી સાહિબ સિંહ વર્માના પુત્ર પ્રવેશ વર્મા પર પાર્ટીએ ફરી એક વાર વિશ્વાસ દાખવ્યો છે. ત્યારે દક્ષિણ દિલ્હી બેઠકથી ભાજપે રમેશ બિધૂડીને મેદાનમાં ઉતાર્યા છે.

(12:26 pm IST)