મુખ્ય સમાચાર
News of Monday, 22nd April 2019

પવિત્ર નદીની સ્વચ્છતા માટે ઓકટોબરથી ઉપવાસ ચાલુ

ગંગા માટે જળનો પણ ત્યાગ કરશે આત્મબોઘાનંદઃ મોદીને લખ્યો પત્ર

હરિદ્વારઃ અવિરલ ગંગા માટે છેલ્લા ઓકટોબર માસથી ઉપવાસ પર બેઠેલ ૨૬ વર્ષી સાધુ આત્મબોધાનંદએ ૨૭મી એપ્રિલથી પાણીનો ત્યાગ કરવાનો નિર્ણય કર્યો છે. મુળ કેરળના સ્વામી આત્મબોધાનંદે આ અંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને સયુંકત રાષ્ટ્રના મહાસચિવને પત્ર લખ્યો છે. તેમના જણાવ્યા મુજબ ગંગાની સ્વચ્છતા માટે તેમની બધી આાશાઓ પુરી થઈ ચુકી છે. પવિત્ર નદી માટે તેઓ પોતાનો જીવ દેતા પણ નથી ડરતા. કેન્દ્ર સરકારની ગંગા વિરોધી માનસીકતાએ તેમને જીવ દેવા સીવાય કોઈ વિકલ્પ છોડયો નથી.

પત્રમાં વધુમાં જણાવ્યા મુજબ ગંગાની સ્વચ્છતા માટે અનેક સંતો પ્રદર્શન કરી રહ્યા છે, પણ રાજય અને કેન્દ્ર સરકાર તેમની માંગો તરફ ધ્યાન નથી આપતી. તેમણે માંગણી કરેલ કે ગંગા તથા તેની સહાયક નદીઓના હાલના તથા ભવિષ્યમાં બનનાર બધા બાંધો રદ્ કરવામાં આવે.(૩૦.૪)

(11:52 am IST)