મુખ્ય સમાચાર
News of Monday, 22nd April 2019

ભૂટાનમાં ધાર્મિક નેતાઓ ચૂંટણી લડી શકતા નથી કે મત આપી શકતા નથી

ભારત તરફ જોઉં છું ત્યારે અમારા મહારાજા-બંધારણ કમિટીનો આભાર માનું છું: તેન્ઝીંગ

ભૂતાન તા.રરઃ ભારતના ટચૂકડા પડોશી દેશ- સાથી રાષ્ટ્ર ભૂતાનના મિડિયા એસો.ના પ્રમુખ અને ધ ભૂતાનિઝ અખબારના તંત્રી શ્રી તેન્ઝીંગ લામસંગે ગજબનું ટ્વીટ કર્યું છે.

તેમણે લખ્યું છે કે ભૂતાનનું બંધારણ ધર્મ અને રાજકારણને અલગ રાખે છે. અને તેથી ધાર્મિક વડાઓ-આગેવાનો ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઉભા રહી શકતા નથી કે મત આપી શકતા નથી.

આ બાબતે ભૂતાનમાં હંમેશા ચર્ચા-વાદ-વિવાદ થતા રહ્યાં છે.

શ્રી તેન્ઝીંગ લામસંગે તેમના ટ્વીટ (c@tenzing  lamsang) માં લખે છે કે ભારત તરફ દ્રષ્ટિપાત કરૃં છું ત્યારે અમારા મહારાજા અને બંધારણ ઘડનારાઓની કમિટીના ડહાપણનો આભાર માન્યા વિના રહી શકતો નથી.(૧.૪)

 

(10:09 am IST)