મુખ્ય સમાચાર
News of Monday, 22nd April 2019

કમલનાથ બોલ્યા :કેન્દ્રમાં સરકાર બનાવવા કોંગ્રેસને ચૂંટણી બાદ ગઠબંધન કરવું પડશે

કોઈપણ મોટી રાજકીય પાર્ટી પોતાના દમ પર સરકાર બનવાની સ્થિતિમાં નથી

નવી દિલ્હી :મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી કમલનાથે કહ્યુ છેકે, લોકસભા ઈલેક્શન 2019માં કોંગ્રેસને બહુમત નહી મળી શકે. તેમણે કહ્યુ હતુકે, દિલ્હીમાં સરકાર બનાવવા માટે કોંગ્રેસને ચૂંટણી બાદ ગઠબંધન કરવું જ પડશે.

  કમલનાથે બીજેપી માટે કહ્યુ હતુકે, ભારતીય જનતા પાર્ટી પણ બહુમત નહી બનાવી શકે. કમલનાથ મુજબ, કોઈ પણ મોટી રાજકીય પાર્ટી ચૂંટણી બાદ પોતાના દમ પર સરકાર બનાવવાની સ્થિતીમાં નહી હોય.

    પોતાના રાજ્ય માટે તેમણે કહ્યુ હતુકે, અહી અમે સારો દેખાવ કરીશું, પરંતુ બહુમત મેળવી શકીશુ નહી. ચૂંટણી બાદ ગઠબંધન કરવું જ પડશે અને ગઠબંધનથી ઘણા સમીકરણો બનશે. કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બને તો પ્રધાનમંત્રી રાહુલ ગાંધી બનશે? આ સવાલનાં જવાબ પર કમલનાથે કહ્યુ હતુકે, બિલકુલ, જો અમારી સાથે સંખ્યા બળ હશે, તો રાહુલ ગાંધી જ પ્રધાનમંત્રી બનશે.. પાર્ટીની ન્યાય યોજના વિશે કહ્યુ હતુકે, આ એક ક્રાંતિકારી યોજના છે.

(12:00 am IST)