મુખ્ય સમાચાર
News of Monday, 22nd April 2019

તામિલનાડુમાં મંદિરમાં વાર્ષિક તહેવાર વેળાએ ભાગદોડ ચાર મહિલા સહિત 7 ભાવિકોના મોત ;અન્ય 10 ગંભીર

મુથિયમપલયમ ગામના મંદિરમાં પૂજારી ભક્તોને સિક્કા વહેંચતા હતા. ત્યારે સિક્કા લેવાની હોડમાં ભક્તો વચ્ચે ભાગદોડ

તમિળનાડુના મુથિયામ્પાલાયમ ગામમાં એક મંદિરમાં વાર્ષિક તહેવાર દરમિયાન ભાગદોડ સર્જાતા  સાત ભક્તોનું મોત થયું હતું. આ ઉપરાંત 10 અન્ય લોકો ઘાયલ થયા હતા.

  આ બનાવ તિરુચિરાપલ્લીથી આશરે 45 કિમી દૂર થુરઅયુર નજીકના મંદિરમાં થઈ હતી. જ્યારે આ અકસ્માતમાં મૃત્યુ પામેલા સાતમાંથી ચાર ભક્તો સ્ત્રીઓ હતા. ત્યારે પોલીસે કહ્યું કે મુથિયમપલયમ ગામના મંદિરમાં વાર્ષિક તહેવાર પર હજારો ભક્તો ભેગા થયા હતા.

    દરમ્યાન આ કરૂણ ધટનાં ત્યારે સર્જાઈ હતી કે જ્યારે મંદિરનાં પૂજારી ભક્તોને સિક્કા વહેંચતા હતા. ત્યારે સિક્કા લેવાની હોડમાં ભક્તો વચ્ચે ભાગદોડ મચી ગઈ હતી. ત્યારે આ કરૂણ ઘટનામાં ચાર મહિલા સહિત સાત લોકો ધટનાસ્થળ પર મૃત્યુ પામ્યા હતા. જ્યારે 10 અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.જેને હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા.

   અત્રે ઉલ્લેખનીય છે કે ઉત્સવ દરમ્યાન મંદિરમાં સિક્કાનું વિતરણનો મુખ્ય કાર્યક્રમ હોય છે. તેટલા માટે આસપાસનાં ગામો માંથી મોચી સંખ્યમાં લોકો અંહીયા જમા હોય છે. ત્યારે લોકોનું માનવું એવું છે કે મંદિરનાં સિક્કા પાસે રાખવાથી સમૃદ્ધિ વધે છે. ત્યારે મંદિરનાં એક અધિકારીએ નામ ના આપવાની શરતે જણાવ્યું કે ભીડને નિંયત્રણ રાખવા માટે કોઈ વ્યવસ્થા કરાઈ નહોતી અને ત્યાં પૂરતા પ્રમાણમાં સુરક્ષા કર્મચારીઓ હાજર નહોતા.

(8:33 am IST)