મુખ્ય સમાચાર
News of Monday, 22nd April 2019

IRCTCની બમ્પર ઓફર :વગર પૈસે બુક કરી શકશો ટ્રેનની કન્ફર્મ ટિકિટ

આઈઆરસીટીસી પર રજિસ્ટર્ડ એકાઉન્ટ હોવું જરૂરી: બુકિંગના 14 દિવસ બાદ પેમેન્ટ કરી શકો છો

નવી દિલ્હી: ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) એ મુસાફરો માટે બંપર ઓફર રજુ કરી છે. આ ઓફર હેઠળ પૈસા વગર પણ ટિકિટ બુક કરાવી શકશો. જો કે આ માટે આઈઆરસીટીસી પર રજિસ્ટર્ડ એકાઉન્ટ હોવું જરૂરી છે. આ ઓફર હેઠળ આઈઆરસીટીસીએ અર્થશાસ્ત્ર ફિનટેક પ્રાઈવેટ લિમિટેડ (ePaLater) સાથે કરાર કર્યો છે. આ કરાર મુજબ તમે ટિકિટ બુકિંગના 14 દિવસ બાદ પેમેન્ટ કરી શકો છો. 

  આઈઆરસીટીસીની નવી ઓફર મુજબ પ્રત્યેક યૂઝરને એકાઉન્ટ પર ક્રેડિટ લિમિટ મળશે. આ ક્રેડિટ લિમિટ યૂઝર મુજબ અલગ અલગ હોઈ શકે છે. ટિકિટ બુક કરતી વખતે એ ધ્યાન રાખવું જરૂરી છે કે જે ટિકિટ તેઓ બુક કરી રહ્યાં છે તેની અમાઉન્ટ તમારી ક્રેડિટ લીમિટ કરતા ઓછી હોવી જોઈએ. જો તમે 14 દિવસ પહેલા જ તમારી ટિકિટનું પેમેન્ટ કરી દેશો તો તમારી ક્રેડિટ લિમિટ વધતી જશે. સમય પર ચૂકવણી ન કરનારા લોકોની ક્રેડિટ લિમિટ ઓછી થઈ શકે છે. 

ઈ-પેલેટર (ePaLater)થી યૂઝર IRCTCની વેબસાઈટ પર તાત્કાલિક રકમની ચૂકવણી કર્યા વગર પણ ટિકિટ બુક કરી શકે છે. ચૂકવણી તમારે 14 દિવસમાં કરવાની રહેશે. જો તમે આ માધ્યમથી ટિકિટ બુક કરશો તો તમારે 3.5 ટકા વધારાનો સર્વિસ ચાર્જ આપવો પડશે. 14 દિવસની સમય મર્યાદામાં ચૂકવણી ન કરવા બદલ યૂઝરે વ્યાજ ચૂકવવું પડશે.

(12:00 am IST)