મુખ્ય સમાચાર
News of Monday, 22nd April 2019

શ્રીલંકાના આત્મઘાતી હુમલાખોરો ફાઈવસ્ટાર હોટલમાં રોકાયા હતા :20મીએ ચેક ઈન કરેલ :અહેવાલમાં દાવો

તપાસકર્તાઓએ રૂમમાં ઘૂસી આતંકીઓએ ઉપયોગમાં લેવામાં આવેલી સામગ્રી જપ્ત કરી.

શ્રીલંકામાં ઇસ્ટરના તહેવારના દિવસે આઠ બ્લાસ્ટ થયા હતા જેમાં 200થી વધુ લોકોનાં મોત નિપજ્યા છે જયારે 400થી વધુ લોકો ઘાયલ થયા છે. આ હુમલા પાછળ કોઇ આતંકી સંગઠનનો હાથ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જો કે હાલ કોઇપણ સંગઠને હુમલા અંગે જાણકારી સ્વીકારી નથી.

 

  વેબસાઇટ ડેલી મિરરે એક ઇનપુટ રિપોર્ટના હવાલાથી જણાવ્યું કે આત્મઘાતી હુમલાખોરોએ આ બોમ્બ બ્લાસ્ટને અંજામ આપ્યો છે. 20 એપ્રિલે બે લોકોએ શાંગ્રી લા હોટેલમાં ચેક ઇન કર્યું હતું.

સીસીટીવી ફૂટેજમાં એ વાતનો ખુલાસો થયો કે સંદિગ્ધોએ કાફેટેરિયા અને કોરિડોરમાં બોમ્બ બ્લાસ્ટ કર્યો. વેબસાઇટના જણાવ્યા પ્રમાણે તપાસકર્તાઓને શંકા છે કે શાંગ્રી લા હોટેલમાં બ્લાસ્ટ માટે 25 કિલો વજનના વિસ્ફોટકોનો ઉપયોગ થયો.

  ડેલી મિરરે પોતાના સૂત્રોના હવાલાથી લખ્યું કે તપાસકર્તાઓએ રૂમમાં ઘૂસી આતંકીઓએ ઉપયોગમાં લેવામાં આવેલી સામગ્રી જપ્ત કરી. હાલ બહાર આવ્યું નથી કે આતંકવાદીઓ સ્થાનિક હતા કે વિદેશી.

  હાલ પોલીસની તપાસ ચાલી રહી છે, હાલમાં મળેલી જાણકારી પ્રમાણે પોલીસે સાત આરોપીની ધરપકડ કરી છે અને તેમની પુછપરછ ચાલી રહી છે

(12:00 am IST)