મુખ્ય સમાચાર
News of Monday, 22nd April 2019

લાલુ યાદવને સરકાર નહિ પણ તેના ઘરનો સભ્ય આપી શકે છે ઝેર : રાબડીદેવીની આશંકા પર સુશીલ મોદીનો પલટવાર

રાબડીદેવીએ ટ્વીટ કરીને આશંકા વ્યક્ત કરી હતી કે ભાજપ સરકાર ઝેર આપીને લાલુજીને છે

બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદીએ રાબડીદેવીના લાલુ યાદવના જીવ પર જોખમ હોવાના નિવેદન પર પલટવાર કરતા ટ્વીટ કર્યું હતું કે હું રાબડીદેવીની એ શંકા પર સહમત છું કે લાલુ યાદવના ભોજનમાં ઝેર હોય શકે છે પરંતુ સરકાર દ્વારા નહિ,પણ પરિવારના કોઈપણ સભ્ય દ્વારા કારણ કે પરિવારમાં ઝઘડો ચાલી રહયો છે એટલા માટે સરકાર બહારથી આવતા ભોજનને રોકવું જોઈએ અને યોગ્ય તપાસ સાથે જેલનું ભોજન આપવું જોઈએ

અત્રે ઉલ્લેખયનીય છે કે બિહારના પૂર્વ સીએમ અને લાલુ યાદવની પત્ની રાબડીદેવીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે ભાજપ સરકાર ઝેર આપીને હોસ્પિટલમાં લાલુજીને મારવા ઈચ્છે છે પરિવારના કોઈપણ સભ્યને મહિનાથી મળવા દેવાયા નથી ભારત સરકાર પગલાં ગઈ છે

   આ પહેલા લાલુને મળવા નિષફ્ળ રહેલ બિહાર વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ ઉદય નારાયણ ચૌધરીએ પણ આરોપ લાગવ્યો હતો કે લાલુ યાદવ સાથે ષડ્યંત્ર અંતર્ગત કોઈને માલા દેવાતા નથી તેઓએ એમ પણ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બે તબક્કાના ચૂંટણી પરિણામથી ગભરાઈને લાલુ યાદવ સાથે કોઈને મળવા દેતી નથી .

(12:00 am IST)