મુખ્ય સમાચાર
News of Wednesday, 22nd March 2023

મનિષ સિસોદીયાને પાંચ એપ્રિલ સુધી રહેવું પડશે તિહાર જેલમાં

નવી દિલ્‍હી, તા.૨૨: દિલ્‍હીના પૂર્વ નાયબ મુખ્‍યમંત્રી મનીષ સિસોદિયાની મુશ્‍કેલીઓ વધી ગઈ છે. દિલ્‍હીની રાઉઝ એવન્‍યુ કોર્ટે બુધવારે તેમને ૧૪ દિવસની ન્‍યાયિક કસ્‍ટડીમાં મોકલી દીધો હતા. મતલબ કે દારૂ કૌભાંડમાં પકડાયેલા સિસોદિયાએ ઓછામાં ઓછું ૫ એપ્રિલ સુધી તિહાર જેલમાં રહેવું પડશે.

EDએ બુધવારે કડક સુરક્ષા વચ્‍ચે સિસોદિયાને ફરીથી રાઉઝ એવન્‍યુ કોર્ટમાં રજૂ કર્યા હતા. EDના રિમાન્‍ડ પૂરા થતાં તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્‍યા હતા. બંને પક્ષોની દલીલો સાંભળ્‍યા બાદ કોર્ટે સિસોદિયાને જ્‍યુડિશિયલ કસ્‍ટડીમાં મોકલવાનો આદેશ આપ્‍યો હતો. અગાઉ સીબીઆઈ કેસમાં કોર્ટે તેમને ૩ એપ્રિલ સુધી ન્‍યાયિક કસ્‍ટડીમાં રાખવાનો આદેશ આપ્‍યો હતો.

(4:07 pm IST)