મુખ્ય સમાચાર
News of Wednesday, 22nd March 2023

વિશ્વમાં ૨૬ ટકા વસતિ પાસે સ્‍વચ્‍છ પેયજળનો અભાવ

૪૬ ટકા લોકો પાસે પાયાની સુવિધા- સ્‍વચ્‍છતાનો અભાવ છે

સંયુક્‍ત રાષ્‍ટ્ર, તા.૨૨: સંયુક્‍ત રાષ્‍ટ્રના પહેલા સંમેલનની પૂર્વસંધ્‍યાએ જારી થયેલા એક નવા રિપોર્ટમાં કહેવામાં આવ્‍યું હતું કે વિશ્વની ૨૬ ટકા વસતિની પાસે હજી સુરક્ષિત પેયજળ સુધી પહોંચ્‍યું અને ૪૬ ટકા લોકો પાસે પાયાની સુવિધા- સ્‍વચ્‍છતાનો અભાવ છે.સંયુક્‍ત રાષ્‍ટ્ર વિશ્વ જળ વિકાસ રિપોર્ટ ૨૦૨૩માં એ વાત પર ભાર મૂકવામાં આવ્‍યો છે કે ૨૦૩૦ સુધી બધા લોકોને સ્‍વચ્‍છ પાણી અને સ્‍વચ્‍છતા સુધી પહોંચાડવા માટે સંયુક્‍ત રાષ્‍ટ્રએ જરૂરી પગલાં લેવાની જરૂર છે.

રિપોર્ટના એડિટર-ઇન-ચીફ રિચાર્ડ કોનોરે એક ન્‍યૂઝ કોન્‍ફરન્‍સમાં કહ્યું હતું કે લક્ષ્યોને પૂરાં કરવા માટે અંદાજે ૬૦૦ અબજ ડોલર કે પ્રતિ વર્ષ એક લાખ કરોડ ડોલરની જરૂર છે. તેમણે કહ્યું હતું કે શ્‍ફ રોકાણકારો, ફાઇનાન્‍સરો, સરકારો અને જળવાયુ પરિવર્તનના સમુદાયોની સાથે ભાગીદારી કરી રહ્યું છે, જેથી એ નાણાં પર્યાવરણને જાળવી રાખવાના પ્રકારોમાં રોકાણ કરી શકાય અને જે બે અબજ લોકોને પીવાનું પાણી ઉપલબ્‍ધ કરાવે છે અને જેમની પાસે એ નથી અને સ્‍વચ્‍છતા માટે ૩૬ લાખ ડોલરની જરૂર છે.

રિપોર્ટ કહે છે કે છેલ્લાં ૪૦ વર્ષોમાં વિશ્વ સ્‍તરે આશરે એક ટકો પાણીનો વપરાષ પ્રતિ વર્ષ વધી રહ્યો છે અને ૨૦૫૦ સુધી એ જ દરે વધવાની અપેક્ષા છે. કોર્નરે કહ્યું હતું કે માગમાં વાસ્‍તવિક વધારો વિકાસશીલ દેશો અને ઊબરતાં અર્થતંત્રોમાંથી થઈ રહી છે, જ્‍યાં ઓદ્યૌગિક વિકાસ અને શહેરીકરણમાં ઝડપથી વધારો થઈ રહ્યું છે

(4:05 pm IST)