મુખ્ય સમાચાર
News of Wednesday, 22nd March 2023

મારા કાર્યકાળમાં બે વખત એશિયા કપ જીત્‍યા

આપણી ટીમ ટૂર્નામેન્‍ટ હારી જાય તો લોકો ચર્ચા કરે છે જીતે તે કોઈ યાદ રાખતું નથી, દ્રવિડ હિટ કરતાં વધુ મિસ થયા

નવીદિલ્‍હીઃ રવિ શાષાીએ મુખ્‍ય કોચ તરીકે રાહુલ દ્રવિડ સાથેની સરખામણી પર કહ્યું હતું કે તેના સમયમાં ટીમ ઈન્‍ડિયા બે વખત એશિયા કપ વિજેતા રહી હતી, સારી વસ્‍તુ સમય લે છે.જ્‍યારથી રાહુલ દ્રવિડે ભારતીય ટીમના મુખ્‍ય કોચનું પદ સંભાળ્‍યું છે, ત્‍યારથી ૧૬ મહિનાની એમની સફર ઘણી કડવી રહી છે. લોકોના કહેવા મુજબ રાહુલ દ્રવિડ હિટ કરતાં વધુ મિસ થયા છે.

સાઉથ આફ્રિકામાં ટેસ્‍ટ અને વન-ડે સીરિઝની હાર, એશિયા કપની ફાઇનલમાં ક્‍વોલિફાય ન થવું અને ટી-૨૦ વર્લ્‍ડ કપની સેમિફાઇનલમાં ૧૦ વિકેટની હાર એ દ્રવિડ માટે સૌથી કડવી હતી.જો કે આ બધાની સામે થોડી સકારાત્‍મકતા જોવા મળી છે.. જેમ કે ભારત ઘરઆંગણે દરેક સીરિઝ જીતે છે અને ઓસ્‍ટ્રેલિયા સામે ૨-૧થી જીત મેળવીને બોર્ડર-ગાવસ્‍કર ટ્રોફી પણ જીતી હતી.મારા સમયમાં ટીમ ઈન્‍ડિયા બે વખત એશિયા કપ વિજેતા રહી આપણે બધા જણી છીએ કે દ્રવિડ પહેલા ટીમ ઈન્‍ડિયાના મુખ્‍ય કોચ રવિ શાષાી હતા. એવામાં ઘણા લોકો બંનેને સરખામણી પણ કરે છે.

 રવિ શાષાીએ મુખ્‍ય કોચ તરીકે રાહુલ દ્રવિડ સાથેની સરખામણી પર કહ્યું હતું કે તેના સમયમાં ટીમ ઈન્‍ડિયા બે વખત એશિયા કપ વિજેતા રહી હતી. તે સમય લે છે. રાહુલ દ્રવિડ પણ સમય લેશે પણ રાહુલને એક ફાયદો છે કે તે એનસીએમાં હતો, તે એ ટીમ સાથે પણ હતો અને હવે તે અહીં પણ છે અને મોટાભાગના ખેલાડીઓ તેમના સમયના છે.એક ઈન્‍ટરવ્‍યુમાં શાષાીએ ઘણી બાબતો પર ખુલ્લેઆમ નિવેદન આપ્‍યું હતું.

શાષાીએ દ્રવિડને ટેકો આપતા કહ્યું હતું કે ભારતમાં લોકો માત્ર ટ્રોફી જીતવાની ચિંતા કરે છે. આ સિદ્ધાંતને સમજાવવા માટે શાષાીએ ૨૦૧૬ અને ૨૦૧૮ની યાદોને યાદ કરી હતી જ્‍યારે ભારતે સતત બે વખત એશિયા કપ જીત્‍યું હતું કહ્યું કે આપણા દેશમાં વસ્‍તુઓ લાંબા સમય સુધી યાદ નથી રહેતી. જો તમારે જીતવું હોય તો તમારે જીતવું જ પડશે. અમે મારા કાર્યકાળ દરમિયાન બે એશિયા કપ જીત્‍યા હતા પણ એ કોઈને યાદ નથી. શું કોઈએ એશિયા કપનો ઉલ્લેખ કર્યો? અમે તેને બે વખત જીત્‍યા છીએ. તેના વિશે કોઈ વાત કરતું નથી પણ જ્‍યારે આપણે એશિયા કપમાં હારીએ છીએ ત્‍યારે તેની ચર્ચા થાય છે. શા માટે?

(3:16 pm IST)