મુખ્ય સમાચાર
News of Friday, 22nd March 2019

પશ્ચિમ બંગાળના આસનસોલમાં ગાયક અને અભિનેત્રી વચ્ચે ટક્કર : ભાજપે બાબુલ સુપ્રિયોને ટિકિટ આપી: મુનમુનસેન સામે મુકાબલો

મુનમુન સેન હાલમાં પશ્વિમ બંગાળની બાંકુરા બેઠક પરથી સાસંદ છે

કોલકતા :ભાજપે પશ્વિમ બંગાળની આસનસોલ બેઠક પર ગાયક અને અભિનેત્રી વચ્ચે ચૂંટણી જંગ જામશે ભાજપે આસનસોલ બેઠક પરથી કેન્દ્રીય પ્રધાન બાબુલ સુપ્રિયોને ફરીવાર ચૂંટણી મેદાનમા ઉતાર્યા છે. આ બેઠક પરથી ટીએમસીએ ફિલ્મ અભિનેત્રી મુનમુન સેનને ટિકિટિ આપી છે.

  મુનમુન સેન હાલમાં પશ્વિમ બંગાળની બાંકુરા બેઠક પરથી સાસંદ છે. જોકે, આ વખતે મમતાએ મુનમુનસેનને આસનસોલથી ટિકિટ આપી છે. ત્યારે આસનસોલ બેઠક પરથી ફિલ્મી જંગ થવાનો છે.

   એક તરફ ગાયક બાબુલ સુપ્રિયો તો બીજી તરફ ફિલ્મ અભિનેત્રી મુનમુન સેન છે. 2014માં ટીએમસીએ બાબુલ સુપ્રિયો સામે ડોલા સેનને ચૂંટણી  મેદાનમાં ઉતાર્યા હતા. જોકે, તેઓ બાબુલ સુપ્રિયો સામે હારી ગયા હતા.

(12:22 pm IST)