News of Thursday, 21st March 2019
google પણ હોળીના રંગમાં રંગાયું :બનાવ્યું ડુડલ :કહ્યું -Happy Holi
ગૂગલે હોળીના તહેવાર પર Doodle બનાવ્યું છે. આ ડૂડલમાં અનેક રંગ જોવા મળ્યા હતા કોઈ ધૂળેટી રમી રહ્યું છે તો કોઈ પકવાન ખાઈ રહ્યું છે. હોળીનો તહેવાર અનિષ્ઠ પર ભલાઈની જીત તરીકે ઉજવવામાં આવે છે.
મથુરા અને વૃંદાવનમાં આ તહેવાર એક સપ્તાહ પહેલાથી જ ઉજવવામાં આવે છે. આ તહેવારમાં લોકો એક-બીજાને રંગ લગાવીને ઉજવણી કરે છે.
જે રીતે ભારતના અનેક રાજ્યોમાં હોળી ઉજવવામાં આવે છે એવી જ પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ડોલ જાત્રા તહેવાર ઉજવવામાં આવે છે
(1:08 am IST)