મુખ્ય સમાચાર
News of Thursday, 22nd March 2018

ભારતમાં ડેટા સંરક્ષણ કાયદાનો અભાવ :સરકાર નવો કાયદો લાવવાની તૈયારીમાં

ફેસબુક યુઝર્સના ડેટા લીક મામલે ધમાલ પરંતુ સંરક્ષણના ઉપાય અધૂરા :શ્રીકૃષ્ણા સમિતિ પ્રાઇવેસીની પરિભાષા નકી કરશે

 

નવી દિલ્હી :ફેસબુકના યુઝર્સના ડેટા લીક મામલે ખુબ ધમાલ મચી છે ત્યારે ભારતમાં ડેટા સંરક્ષણનો કાયદો નામ પૂરતો હોવાનું અને સરકાર નવો કાયદો લાવવાની તૈયારી કરી રહ્યાંનું જાણવા મળે છે દુનિયાભરના તમામ દેશોમાં ડેટા સંરક્ષણ માટે પોતાનો કાયદો છે પરંતુ ભારતમાં વિશે કોઈ કાયદો નથી.

  સૂચના પ્રદ્યોયોગિકીની કલમ 43 અંતર્ગત ડેટા સંરક્ષણ માટે ઉચિત દિશા નિર્દેશ છે પરંતુ નામમાત્રનું સંરક્ષણ આપે છે.ત્યારે સરકાર હવે જલ્દી ડેટા સંરક્ષણ માટે નવો કાયદો બનાવવા જઈ રહી છે. ઈલેક્ટ્રોનિક અને સૂચના પ્રોધ્યોગિક મંત્રાલય (MET)આની પર કામ કરી રહ્યાં છે. જેના માટે ન્યાયાધીશ બીએન શ્રીકૃષ્ણા સમિતિ એક રિપોર્ટ તૈયાર કરી રહી છે. જેના પછી કાયદાની પણ તૈયારી થશે. કાયદો એવો હશે જે બધા દેશોમાં ચાલશે.

  એવું મનાય રહયું છે કે વર્ષના અંત સુધી ડેટા પ્રોટેક્શનને મજબૂત કાયદો આવશે. શ્રીકૃષ્ણા સમિતિ ભારતમાં નિજતા (પ્રાઈવેસી)ની પરિભાષા નક્કી કરશે.

નવો કાયદો તમામ સોશિયલ સાઈટ્સનો ઉપયોગ કરનાર કરોડો ગ્રાહકોને ભરોસો આપશે કે તેમના ડેટાનો ખોટો ઉપયોગ નહીં થાય. ગત છેલ્લા એક દશક દરમિયાન ગ્રાહકો સાથે જોડાયેલી સૂચનાઓની સુરક્ષાને કારણે કાયદો બનાવવાનો પ્રયત્ન કર્યા પરંતુ કેટલાક કારણોથી બની શક્યો.

   કાયદો સોશિયલ સાઈટ્સ પર નહીં પરંતુ કોઈપણ ઈલેક્ટ્રોનિક માધ્યમના ગ્રાહકો સાતે જોડાયેલી જાણકારીને સુરક્ષિત રાખવાનો ઢાંચો તૈયાર કરશે. કાયદો સંચાર કંપનીઓ પર પણ લાગૂ થશે. ફોન કંપનીઓની તરફથી ગ્રાહકો સાથે જોડાયેલ સૂચનાને કોઈ બીજી એજન્સીને આપવા માટે રોક લાગશે. જીમેલ, યાહુ જેવા ઈમેલ કંપનીઓ પર પણ લાગુ થશે. સરકારનું માનવું છે કે ભારતીય અર્થવ્યવસ્થાનું જે રીતે ડીજીટલીકરણ થઈ રહ્યું છે તેને જોતા એક મજબૂત ડેટા પ્રોટેક્શન કાયદો ઘણો જરૂરી છે.

(10:06 pm IST)