મુખ્ય સમાચાર
News of Thursday, 22nd March 2018

સેંસેક્સ ૧૩૦ પોઇન્ટ ઘટી ૩૩,૦૦૬ની સપાટી ઉપર

શેરબજારમાં યુએસ ફેડના નિર્ણયની પણ અસર : નિફ્ટી ૪૧ પોઇન્ટ ઘટી ૧૦૧૧૫ની નીચી સપાટી ઉપર રહ્યો : પીએસયુ બેંક ઇન્ડેક્સમાં બે ટકાનો થયેલો ઘટાડો

મુંબઇ,તા. ૨૨ : શેરબજારમાં આજે ફરી એકવાર મંદીનું મોજુ ફરી વળ્યુ ંહતું. બેંકિંગ અને ફાઈનાન્સિયલ શેરોમાં મંદી નોંધાઈ હતી. યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારો કરવામાં આવી ચુક્યો છે. અમેરિકી ફેડરલ રિઝર્વના નિર્ણય વચ્ચે આજે સેંસેક્સમાં ૧૩૦ પોઇન્ટનો ઘટાડો રહ્યો હતો જ્યારે બ્રોડર નિફ્ટીમાં ૪૧ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૦૧૧૫ રહી હતી. સેક્ટરલ ઇન્ડેક્સમાં નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સમાં બે ટકાથી વધુનો ઘટાડો રહ્યો હતો. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને સિન્ડિકેટ બેકમાં બે ટકાથી વધુનો ઘટાડો રહ્યો હતો. ગયા સોમવારના દિવસે રિટેલ ફુગાવો અથવા તો કન્ઝ્યુમર પ્રાઇઝ ઇન્ડેક્સ ઉપર આધારિત ફુગાવાના આંકડા જારી કરવામાં આવ્યા હતા. રિટેલ ફુગાવો ઘટીને ચાર મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો હતો. રિટેલ ફુગાવો ૪.૪૪ ટકાની નીચી સપાટીએ પહોંચી ગયો હતો. આવી જ રીતે હોલસેલ આધારિત ફુગાવાનો આંકડો ગયા બુધવારના દિવસે જારી કરવામાં આવ્યો હતો જે ફેબ્રુઆરી મહિનામાં ૨.૪૮ ટકા રહ્યો છે. હોલસેલ ઇંડા, માંસ અને ફિશના ફુગાવામાં ઘટાડો થયો છે. આ ફુગાવો ૦.૩૭ ટકાની સામે માઇનસ ૦.૨૨ ટકા રહ્યો છે. સતત ત્રીજા મહિને ફુગાવામાં ઘટાડો થયો છે. ડબલ્યુપીઆઈ આધારિત ફુગાવો જાન્યુઆરી મહિનામાં ૨.૮૪ ટકાની છ મહિનાની નીચી સપાટીએ રહ્યો હતો.ડબલ્યુપીઆઈ ફુગાવો ખાદ્યાન્ન ચીજવસ્તુઓના ભાવ નીચા રહેવાથી ૨.૮૪ ટકા રહ્યો હતો જે છ મહિનાની નીચી સપાટી છે. સાતમી ફેબ્રુઆરીના દિવસે દેશની સર્વોચ્ચ બેંક આરબીઆઈની નાણાંકીય નીતિ સમીક્ષાના પરિણામ અને નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ધારણા પ્રમાણે જ ટૂંકાગાળાના ધિરાણદર અથવા તો રેપોરેટને યથાવત છ ટકા જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. શેરબજારમાં સતત પ્રવાહી સ્થિતી હાલમાં જોવા મળી રહી છે. આવી સ્થિતીના કારણે કારોબારી વધારે જોખમ લેવા માટે હાલમાં તૈયાર નથી.શેરબજારમાં ગઇકાલે રિકવરી રહી હતી. સેંસેક્સ અને નિફ્ટી બંનેમાં ઉછાળો નોંધાયો હતો. બુધવારના દિવસે કારોબારના અંતે સેંસેક્સ ૧૩૯ પોઇન્ટ રિકવર થઇ ૩૩૧૩૬ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી  ૩૧ પોઇન્ટ રિકવર થઇને ૧૦૧૫૫ની સપાટીએ રહ્યો હતો.  હાલમાં જારી કરાયેલા આંકડામાં વર્ષ ૨૦૧૭-૧૮ના ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં જીડીપી ગ્રોથ રેટ ૭.૨ ટકા રહ્યો હતો. વર્ષ ૨૦૧૭-૧૮ના બીજા ત્રિમાસિક ગાળામાં જીડીપી દર ૬.૫ ટકા રહ્યો હતો. આ ત્રિમાસિક ગાળામાં સ્થાનિક અને અન્ય વૈશ્વિક કારણોસર દેશનો જીડીપી ગ્રોથ રેટ ઓછો રહેવાનો અંદાજ હતો. જીડીપી જુલાઈ-સપ્ટેમ્બરના ગાળામાં ૬.૩ ટકા સુધી રહ્યો હતો.  એપ્રિલ-જૂનના ત્રિમાસિક ગાળામાં ૫.૭ ટકાની ત્રણ વર્ષની નીચી સપાટીએ રહ્યા બાદ જુલાઈ-સપ્ટેમ્બરના ગાળામા તેમાં ઉછાળો નોંધાયો હતો. તે પહેલા ૭.૫ ટકાના આંકડો રહ્યો હતો.પેટાચૂંટણીમાં હાર થતા ચિંતાનુ મોજુ ફરી વળ્યુ છે.અમેરિકી ફેડ દ્વારા લેવામાં આવેલા પગલાની અસર આગામીદિવસોમાં શેરબજારમાં જોવા મળી શકે છે.

કારણ કે તેના કારોબારની સીધી અસર ભારતીય શેરબજારમાં થાય છે.  હાલમાં સતત પ્રવાહી સ્થિતી રહેવાના કારણે મુડીકોરાણકારો મોટા ભાગે ભારતીય બજારોથી દુર રહ્યા છે. મોટા રોકાણ કરવાથી ભય અનુભવ કરી રહ્યા છે. કારણ કે સ્થિત પ્રવાહી બનેલી છે. શેરબજારમાં હાલમાં જ ભારે મંદી માટે બેકિંગ કોંભાડને પણ કેટલાક અંશે જવાબદાર ગણવામાં આવે છે. પંજાબ નેશનલ બેંક કોંભાડ બાદ અન્ય બેકિંગ કોંભાડના મામલા પણ સપાટી પર આવ્યા છે.

(7:34 pm IST)