મુખ્ય સમાચાર
News of Thursday, 22nd March 2018

સરકારી કર્મચારીઓની નિવૃત્તિ વયમાં ફેરફાર નહિ થાયઃ તમામ અટકળો પૂરી

નવી દિલ્હી તા. ૨૨ : કેન્દ્રીય કર્મચારીઓ માટે એક મહત્વના અને સારા સમાચાર છે. કેન્દ્રીય કર્મચારીઓના રિટાયરમેન્ટની ઉંમરમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. તો એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે, સરકાર કેદ્રીય કર્મચારીઓની સેવાનિવૃત્ત્િ।ની ઉંમર ૬૦થી વધારીને ૬૨ વર્ષ કરી શકે છે.જો કે, સરકારે સ્પષ્ટતા કરી છે કે રિટાયરમેન્ટની ઉંમરમાં કોઈ પણ ફેરફાર થશે નહીં. કેન્દ્ર સરકારે આ અંગે તમામ અટકળો ફગાવતા કહ્યું કે, સરકારી કર્મચારીઓના રિટાયરમેન્ટની ઉંમરમાં ફેરફારને લઈને કોઈ પ્રસ્તાવ મળ્યો નથી. બુધવારે લોકસભામાં બંશીલાલ મહતો દ્વારા પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા રાજયમંત્રી જીતેન્દ્ર સિંહે જણાવ્યું કે, કેન્દ્રીય કર્મચારીઓની સેવાનિવૃત્ત્િ।ની વયમાં કોઈ પણ ફેરફારનો પ્રસ્તાવ નથી.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય કર્મચારીઓની નિવૃત્ત્િ।ની સમયમર્યાદાને લઈને કેટલીય અટકળો ચાલી હતી. કેન્દ્રીય કર્મચારીઓના વધતા વેતન અને પેન્શનના ભારને ઘટાડવા ઙ્ગમાટે રિટાયરમેન્ટની ઉંમર ૬૦થી ઘટાડીને ૫૮ કરી શકે છે. પરંતુ બાદમાં સરકારે આ અટકળોનું ખંડન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, ૧૯૯૮માં એનડીએ સરકારે રિટાયર્ડમેન્ટની વયમર્યાદમાં બે વર્ષનો વધારો કર્યો હતો.(૨૧.૧૦)

(11:42 am IST)