મુખ્ય સમાચાર
News of Monday, 22nd February 2021

ડેલકર ઉપર સીબીઆઈની મોટી કાર્યવાહી થવાની હતી? ભારે દબાણ શેનું? સ્‍યુસાઈડ નોટમાં વિસ્‍ફોટક વિગતો હોવાની ભારે ચર્ચા

એન્‍જીનિયરની આત્‍મહત્‍યા બારામાં પૂછપરછ થવાની હતી?

મુંબઈ : દાદરા નગર હવેલીના મોટા ગજાના અપક્ષ સાંસદ મોહન ડેલકરનો મૃતદેહ સી-ગ્રીન સાઉથ હોટલના રૂમમાંથી મળી આવ્‍યો છે. તેમણે આત્‍મહત્‍યા કર્યાનું મનાય છે. સીબીઆઈ દ્વારા ટૂંક સમયમાં મોટી કાર્યવાહી થનાર હોવાનું અને તેમના ઉપર ભાજપમાં જોડાવા માટે ભારે દબાણ હોવાની ભારે ચર્ચા છે. જો કે સત્તાવાર સમર્થન મળતુ નથી. તેઓ ૫૮ વર્ષના છે. અપક્ષ સાંસદ છે. ૧૯૮૯માં પ્રથમ વખત સાંસદ ચૂંટાયેલ તેઓ ત્રણ વખત સાંસદ રહી ચૂકયા છે. કોંગ્રેસ ભાજપ બંનેની ટીકીટ ઉપર લડયા છે. ૨૦૧૯માં ડેલકરે કોંગ્રેસ છોડી દીધી હતી અને ભારતીય નવશકિત પાર્ટી (બીએનપી)ની રચના કરેલ. કોંગ્રેસ છોડી અપક્ષ તરીકે ચૂંટણી લડી સાંસદ બનેલ. તેમના મૃતદેહ પાસેથી સુસાઈડ નોટ મળી છે. મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે લઈ જવાયો છે. અત્‍યાર સુધીમાં ૭ વખત લોકસભામાં ચૂંટાઇ આવ્‍યા છે. તેમના પરિવારમાં પત્‍નિ કલાબેન અને બે સંતાન અભિનવ અને દિવીતા છે. સી ગ્રીન સાઉથ હોટલના કબ્‍જો મુંબઈ પોલીસે લઈ લીધો છે. છેલ્લા ૨૪ કલાકના સીસીટીવી ફૂટેજ કબ્‍જે લેવાયા છે. તેઓ ૧૯૯૧ અને ૯૬માં કોંગ્રેસમાંથી લડેલ પછી કોંગ્રેસ છોડેલ. ત્‍યારબાદ ૧૯૯૮માં ભાજપની ટીકીટ પરથી લડીને જીત્‍યા. ૧૯૯૯માં અપક્ષ ચૂંટાયા. ૨૦૦૪માં ભારત નવશકિત પક્ષ બનાવ્‍યો અને દાદરાનગર હવેલીના સાંસદ બન્‍યા. ૨૦૦૯માં ફરી કોંગ્રેસમાં જોડાયા. ૨૦૧૯માં અપક્ષ તરીકે અપક્ષ ચૂંટાયા હતા. ૨૦૧૮માં દાદરા નગર હવેલીના પીડબલ્‍યુડીના એન્‍જીનિયર એસ.એસ.ભોયાની આત્‍મહત્‍યા પ્રકરણમાં ડેલકર ઉપર ઈન્‍કવાયરી ચાલતી હતી. તેમની સંડોવણીની સીબીઆઈને શંકા હતી.

(4:25 pm IST)