મુખ્ય સમાચાર
News of Saturday, 22nd February 2020

નાગરિકતા બીલ અને ધાર્મિક સ્વતંત્રતા બાબતે ટ્રમ્પ મોદી સાથે ચર્ચા કરશે?

CAA અને NRC બીલ અંગે અમેરિકા ચિંતીત હોવાનું તારણ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવવાના છે. ત્યાં ડોનાલ્ડ ટ્રમ્પ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગળ નાગરિકતા સંશોધન કાયદા (CAA) અને રાષ્ટ્રીય નાગરિક રજીસ્ટર (NRC)નો મુદ્દો પણ ઉઠાવશે. તેની સાથે જ ધાર્મિક સ્વતંત્રતા પર પણ ટ્રમ્પ પીએમ મોદીની સાથે વાત કરીશું તેમ અમેરિકાનું કહેવું છે.

વ્હાઇટ હાઉસે કહ્યું કે અમેરિકા ભારતની લોકતાંત્રિક પરંપરાઓ અને સંસ્થાઓનું ખૂબ સમ્માન કરીએ છીએ. ભારત મુલાકાત પહેલાં અમેરિકન પ્રશાસનના વરિષ્ઠ અધિકારીઓએ કહ્યું કે પોતાના ભારત પ્રવાસ પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે ધાર્મિક સ્વતંત્રતાના મુદ્દા પણ વાત કરશે, જે અમેરિકાના પ્રશાસન માટે ખૂબ જ અગત્યનું છે.

અધિકારીએ કહ્યું કે નાગરિકતા સંશોધન કાયદા (CAA) અને રાષ્ટ્રીય નાગરિક રજીસ્ટર (NRC) પર અમેરિકા ચિંતિત છે. ટ્રમ્પ પોતાની યાત્રા દરમ્યાન ધાર્મિક સ્વતંત્રતાની સાથે જ સીએએ અને એનઆરસીનો મુદ્દો પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગળ ઉઠાવશે.

અમેરિકન પ્રશાસનના મતે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે બેઠકમાં બતાવશે કે દુનિયા એ જોઇ રહી છે કે ભારત પોતાની લોકતાંત્રિક માન્યતાઓમાં આગળ વધી રહ્યા છે. અધિકારીનું કહેવું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ પીએમ મોદીની સાથે વાતચીતમાં લોકતંત્ર, વ્યકિતગત અને સાર્વજનિક સ્વતંત્રતાની પણ વાત કરશે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બે દિવસની યાત્રા પર ભારત આવી રહ્યા છે. તેમની આ યાત્રા ૨૪ અને ૨૫ ફેબ્રુઆરીના રોજ હશે. આ દરમ્યાન ડોનાલ્ડ ટ્રમ્પ ગુજરાતના અમદાવાદ સિવાય દિલ્હી અને આગ્રા પણ જશે.

(3:51 pm IST)