મુખ્ય સમાચાર
News of Saturday, 22nd February 2020

પીએમ મોદીએ અજમેર શરીફ માટે મોકલાવી ચાદરઃ એક પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત

 દિલ્હી/અજમેરઃ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ અજમેરમાં ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીના ૮૦૮માં ઉર્ષ પર દરગાહમાં ચાદરભેટ માટે શુક્રવારે યુનિયન મિનિસ્ટર ઓફ માઈનોરિટી અફેર્સ મુખ્તાર અબ્બાસ નકવીના નેતૃત્વમાં એક ડેલિગેશનને ચાદર સોંપી હતી. વડાપ્રધાન કાર્યાલયે ટ્વીટ કરીને જણાવ્યું કે,'વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ અજમેર શરીફ દરગાહમાં ચાદરભેટ માટે ચાદર સોંપી હતી.' મુખ્તાર અબ્બાસ નકવીએ પત્રકારોને સંબોધતા જણાવ્યું કે,'વડાપ્રધાનજીએ ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીના ૮૦૮માં ઉર્ષ પર દરગાહમાં ચાદરભેટ માટે અમને ચાદર સોંપી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તરફથી છઠ્ઠીવાર અજમેરમાં ખ્વાજા સાહેબની દરગાહ પર ચાદરભેટ કરવામાં આવી છે. વડાપ્રધાન ૨૫ ફેબ્રુઆરીના રોજ ચાદરભેટ માટે જશે.' નકવીએ જણાવ્યું કે વડાપ્રધાને આ તકે એક ડેલિગેશનની મુલાકાત કરી અને અડધા કલાકની આ મુલાકાત ખુશનુમા વાતાવરણમાં થઈ હતી. તેમણે જણાવ્યું કે વડાપ્રધાને દેશની ખુશાલી માટે કામના કરતા એક સંદેશ પણ આપ્યો હતો. આ દરગાહ ખ્વાજા સાહેબ અજમેરના સજ્જાદ નશીન સૈય્યદ નસીરુદ્દીન ચિશ્તીએ કહ્યું કે વડાપ્રધાને ખ્વાજા સાહેબની દરગાહ પર ચાદરભેટ કરી છે અને તેની સાથે એક સંદેશો પણ આપ્યો છે. શિષ્ટમંડલમાં અલીગઢ મુસ્લિમ વિશ્વવિદ્યાલયના કુલપતિ પ્રોફેસર તારિક મન્સૂર, દરગાહ ખ્વાજા સાહેબ અજમેરના સજ્જાદા નશીન સૈય્યદ નસીરુદ્દીન ચિશ્તી, અંજુમન સૈયદજાદગાનના સદર સૈયદ મોઈન હુસૈન ઉપરાંત શેખજાદા અબ્દુલ જાર ચિશ્તી, ઈન્ડિયા ઈસ્લામિક કલ્ચર સેન્ટરના સિરાજુદ્દીન કુરૈશી, ઈસ્લામિક વિશ્વ પરિષદના મૌલાના જલાલ હૈદર, જેએનયુના પ્રોકટર પ્રોફેસર કુતુબુદ્દીન, સર્વધર્મ એકતા પરિષદના મુફ્તી સમુન કાશમી, લેફ્ટનન્ટ જનરલ સેવાનિવૃત અતા હસનૈન વગેરેનો સમાવેશ છે.

(10:10 am IST)